Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > હવે પહેરી શકાય એવી કલા બની રહી છે સ્કલ્પ્ચર-જ્વેલરી

હવે પહેરી શકાય એવી કલા બની રહી છે સ્કલ્પ્ચર-જ્વેલરી

Published : 23 July, 2026 06:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરંપરાગત ગોળ કે ચોરસ આકાર અને ક્લીન ફિનિશિંગ પાછળ દોડવાનો જમાનો હવે ગયો. આજકાલની સેલ્ફ-એક્સપ્રેસિવ ફૅશનમાં ઍબ્સ્ટ્રૅક્ટ અને સ્કલ્પ્ચર-જ્વેલરીનો ટ્રેન્ડ છે

હવે પહેરી શકાય એવી કલા બની રહી છે સ્કલ્પ્ચર-જ્વેલરી

હવે પહેરી શકાય એવી કલા બની રહી છે સ્કલ્પ્ચર-જ્વેલરી


અત્યાર સુધી દાગીના કે જ્વેલરીની વાત થતી ત્યારે મનમાં ગોળ, ચોરસ, ફૂલ કે પાન જેવા ચોક્કસ આકાર અને એકદમ ક્લીન ફિનિશિંગવાળી ડિઝાઇન જ આવતી. જોકે હવે જ્વેલરીની દુનિયામાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પરંપરાગત આકારોથી અલગ ઍબ્સ્ટ્રૅક્ટ અને સ્કલ્પ્ચરલ જ્વેલરી આજે ફૅશનજગતમાં ખાસ સ્થાન બનાવી રહી છે. આ કોઈ સામાન્ય દાગીના નથી પરંતુ પહેરી શકાય એવાં આર્ટ પીસ છે જે વ્યક્તિના લુક સાથે તેની ક્રીએટિવિટી અને પર્સનાલિટી પણ દર્શાવે છે. આજના સમયમાં લોકો માત્ર મોંઘી જ્વેલરી નહીં પરંતુ એવી ડિઝાઇન પસંદ કરી રહ્યા છે જે અલગ દેખાય અને તેમની સ્ટાઇલને અનોખી ઓળખ આપે. એથી જ હવે જ્વેલરીમાં પર્ફેક્ટ સિમેટ્રી કરતાં અનોખા આકાર, અસમાન પૅટર્ન અને આર્ટિસ્ટિક ફૉર્મ્સને વધુ પસંદ કરવામાં આવી રહ્યાં છે.

અનોખા આકારોનો ટ્રેન્ડ




સ્કલ્પ્ચરલ જ્વેલરીમાં ડિઝાઇનર્સ પરંપરાગત આકારોની બહાર જઈને પ્રકૃતિ, આર્કિટેક્ચર અને કલાનાં વિવિધ પાસાંઓથી પ્રેરણા લે છે. વળાંકવાળી લાઇન્સ, અસમાન શેપ, વેવ જેવી ડિઝાઇન, ટ્વિસ્ટેડ મેટલ અને જ્યોમેટ્રિક ફૉર્મ્સ આ ટ્રેન્ડની ખાસિયત છે. આવા દાગીના પહેરવાથી સામાન્ય આઉટફિટ પણ વધુ સ્ટાઇલિશ અને ફૅશન-ફૉર્વર્ડ લાગે છે.

મોટાં અને બોલ્ડ સ્ટેટમેન્ટ પીસ


સ્કલ્પ્ચરલ જ્વેલરીમાં મોટા આકારનાં ઇઅર-રિંગ્સ, રિંગ્સ, બ્રેસલેટ અને નેકપીસ ખાસ લોકપ્રિય છે. આ દાગીના પોતે જ એક સ્ટેટમેન્ટ બની જાય છે એટલે એને પહેરતી વખતે વધારે જ્વેલરીની જરૂર પડતી નથી. એક જ આર્ટિસ્ટિક પીસ આખા લુકને હાઇલાઇટ કરી શકે છે.

મેટલ અને ટેક્સ્ચરનો નવો ઉપયોગ

આ ટ્રેન્ડમાં મેટલનો ઉપયોગ ખાસ જોવા મળે છે. ગોલ્ડ, સિલ્વર, બ્રાસ અને સ્ટીલ જેવી ધાતુઓને પરંપરાગત રીતે નહીં પરંતુ નવા ટેક્સ્ચર અને ફૉર્મ સાથે રજૂ કરવામાં આવે છે. ક્યાંક વળાંકવાળી સપાટી, ક્યાંક રફ ફિનિશ અને ક્યાંક લિક્વિડ મેટલ જેવી ઇફેક્ટ જ્વેલરીને વધુ આકર્ષક બનાવે છે.

મિનિમલથી લઈને ડ્રામૅટિક લુક સુધી

સ્કલ્પ્ચરલ જ્વેલરીની ખાસિયત એ છે કે એમાં દરેક પ્રકારની સ્ટાઇલ માટે વિકલ્પ મળે છે. જે લોકો સિમ્પલ અને એલિગન્ટ લુક પસંદ કરે છે તેમના માટે નાની ઍબ્સ્ટ્રૅક્ટ રિંગ્સ અથવા મિનિમલ પેન્ડન્ટ્સ ઉપલબ્ધ છે, જ્યારે બોલ્ડ ફૅશન પસંદ કરનારા લોકો માટે મોટા આકારનાં ઇયર-રિંગ્સ અને નેકપીસ લોકપ્રિય છે.

કુદરતથી પ્રેરિત ડિઝાઇન

આજકાલ ઘણા જ્વેલરી ડિઝાઇનર્સ કુદરતી તત્ત્વોથી પ્રેરણા લઈ રહ્યા છે. સમુદ્રનાં મોજાં, પાંદડાંની રચના, પથ્થરોના આકાર અથવા ફૂલોના અનિયમિત શેપના આધારે બનાવેલી જ્વેલરી ટ્રેન્ડમાં છે. આ ડિઝાઇન્સમાં કુદરતી સુંદરતા સાથે આધુનિકતાનો સમન્વય જોવા મળે છે.

યુનિક પર્સનાલિટીનું પ્રતિબિંબ

સ્કલ્પ્ચરલ જ્વેલરીની સૌથી મોટી ખાસિયત એ છે કે એ પહેરનારની વ્યક્તિગત પસંદગી દર્શાવે છે. એકસરખી દેખાતી પરંપરાગત જ્વેલરીની જગ્યાએ હવે લોકો એવી ડિઝાઇન પસંદ કરે છે જે તેમની અલગ ઓળખ ઊભી કરે. આ જ કારણ છે કે ફૅશનજગતમાં આ ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે.
જ્વેલરી હવે માત્ર સુંદર દેખાવા માટેનો શણગાર નથી રહી. એ વ્યક્તિની વિચારસરણી, પસંદગી અને સર્જનાત્મકતાનું પ્રતિબિંબ બની રહી છે. ઍબ્સ્ટ્રૅક્ટ અને સ્કલ્પ્ચરલ જ્વેલરી આ બદલાતા ફૅશન-ટ્રેન્ડનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જ્યાં દાગીના માત્ર પહેરવામાં આવતા નથી, એક કલા તરીકે રજૂ કરવામાં આવે છે.

 

Whatsapp-channel Whatsapp-channel

23 July, 2026 06:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK