૨૦૨૪ અને ૨૦૨૬માં NEET પેપર-લીકના આરોપો તથા વિદ્યાર્થીઓની આત્મહત્યા પર દુઃખ વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે માત્ર નીચલા સ્તરના અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળવાને બદલે સરકારે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ.
અણ્ણા હઝારે
સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)માં થયેલા ગોટાળા અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળપ્રયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વધી રહેલી માગ વચ્ચે અણ્ણા હઝારેએ પત્રમાં લખ્યું હતું કે ‘કોઈ પણ પ્રધાનનું રાજીનામું લેવાથી સરકાર સત્તા ગુમાવતી નથી, પરંતુ એનાથી અન્ય પ્રધાનોમાં જવાબદારીનો એક મજબૂત સંદેશ જાય છે.’
ADVERTISEMENT