આંખોની પફીનેસને દૂર કરવા માટે અને મેકઅપ પહેલાં ગ્વા શા નામનો પથ્થર બહુ કામની ચીજ માનવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર
ચહેરાની સુંદરતાને વધારવા કોરિયન સ્કિન-કૅર પ્રોડક્ટ્સનો દબદબો તો છે જ પણ સાથે અલગ- અલગ સ્કિન-કૅર ટૂલ્સ પણ ટ્રેન્ડમાં છે. ગ્વા શા સ્ટોન એમાંનો એક છે. પાતળા અને પહોળા પૂઠા જેવા આકારના દેખાતા આ સ્ટોનને હળવા હાથે ચહેરા પર ઘસવાથી ત્વચાને ઘણા ફાયદાઓ મળે છે. સોશ્યલ મીડિયા પર ઘણા ઇન્ફ્લુઅન્સર્સ ગ્વા શા સ્ટોનનો યુઝ કરતા હોય છે ત્યારે એવું લાગે છે સ્કિનની કૅર કરવા માટેની આ મૉડર્ન ટેક્નિક છે, પણ એવું નથી. એ પ્રાચીન સ્કિન-કૅર ટેક્નિક છે અને છેલ્લા કેટલાક સમયથી સ્કિન-કૅર ટૂલના રૂપમાં લોકપ્રિય થઈ છે.
ગ્વા શાના ફાયદા
ADVERTISEMENT
ગ્વા શા પથ્થરથી મસાજ કરવાથી સ્કિનના કોષો સ્વસ્થ રહે છે અને એજિંગ પ્રોસેસને ધીમી કરે છે. એના નિયમિત ઉપયોગથી ચહેરા અને ગળાની આસપાસ જમા થયેલી એક્સ્ટ્રા ફૅટ બર્ન થાય છે. આ ઉપરાંત મેકઅપ પહેલાં ગ્વા શા મસાજ એટલા માટે કરવામાં આવે છે કારણ કે એ આંખોની પફીનેસ એટલે કે સોજાને ઓછો કરે છે. એના મસાજથી ચહેરાનું સ્ટ્રેસ ઓછું થાય ને રિલૅક્સ ફીલ થાય છે જેને લીધે બ્લડ-સર્ક્યુલેશન પણ સુધરે છે. દરરોજ મસાજ કરવાથી ચહેરા પર ડાર્ક સર્કલ્સ અને પિમ્પલ્સની સમસ્યા પણ દૂર થાય છે.
કેવી રીતે વાપરવું?
ગ્વા શા સ્ટોનને વાપરતાં પહેલાં એને સાફ કરો અને સાથે ચહેરો ધોઈ લો. પછી ચહેરા પર મૉઇશ્ચરાઇઝર અથવા ફેશ્યલ ઑઇલ લગાવો જેથી સરળતાથી મસાજ થઈ શકે. આંખોની આસપાસ રહેલા સોજાને દૂર કરવા માટે ગ્વા શા વાપરતા હો તો નાની સાઇઝનું ટૂલ વાપરવું. ટૂલને અંદરથી બહારની દિશા તરફ હળવા દબાણ સાથે ખેંચો અને આ રીતે પાંચથી દસ વાર આવું કરો. હંમેશાં એક જ દિશામાં ચલાવો નહીં.
યુઝફુલ ટિપ્સ
આંખો અને ચહેરાના સોજાને ઇન્સ્ટન્ટ ઓછા કરવા હોય તો ગ્વા શા ટૂલને થોડી વાર ફ્રિજમાં રાખી દો. ઠંડા ટૂલનો ઉપયોગ કરવાથી અસરકારક પરિણામ મળશે.
ઑઇલ કે મૉઇશ્ચરાઇઝર વગર ગ્વા શાનો ઉપયોગ ન કરવો જોઈએ, નહીં તો ત્વચા ડૅમેજ થઈ શકે છે.
ગ્વા શાને હંમેશાં અંદરથી બહારની દિશામાં જ ચલાવવો. ખોટી દિશામાં ચલાવવાથી પરિણામ નહીં મળે અને સ્કિન ડૅમેજ થશે એ અલગ.
ચહેરા પર પિમ્પલ્સ, પિગ્મેન્ટેશન, ઇન્ફેક્શન કે ઈજા પહોંચી હોય તો વાપરવું નહીં.
દરરોજ ગ્વા શા મસાજ પાંચથી દસ મિનિટ સુધી કરવો પૂરતો છે. લાંબા સમય સુધી કરશો તો પરિણામ મળશે નહીં અને સ્નાયુઓમાં દુખાવો થશે.


