Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > વિન્ટર વાઇબ્સમાં ક્રિસમસ ગ્લૅમર અપનાવીને બનો સ્ટાઇલ આઇકન

વિન્ટર વાઇબ્સમાં ક્રિસમસ ગ્લૅમર અપનાવીને બનો સ્ટાઇલ આઇકન

Published : 25 December, 2025 12:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રણેય રંગોને કેવી રીતે સ્ટાઇલ કરવા જેથી તમારી ફૅશન-સેન્સ અને ક્રિસમસ સેલિબ્રેશન બન્ને એકસાથે સુપરહિટ રહે

સેલેબ્ઝ પાસેથી લો ઇન્સપિરેશન

સેલેબ્ઝ પાસેથી લો ઇન્સપિરેશન


આ શિયાળામાં તમારા વિન્ટર વેઅરને માત્ર ઠંડીથી બચવાનું સાધન નહીં પણ એને ફૅશન સ્ટેટમેન્ટ બનાવો. બૉલીવુડની ગ્લૅમરસ દીવાઓ જે રીતે લાલ, સફેદ અને ગ્રીન આ ત્રણેય ક્લાસિક રંગોને લેયરિંગ અને ઍક્સેસરીઝ સાથે ફ્લૉન્ટ કરે છે એ જોઈને તમે પણ હેડ-ટર્નર લુક મેળવી શકો છો ત્યારે આ ત્રણેય રંગોને કેવી રીતે સ્ટાઇલ કરવા જેથી તમારી ફૅશન-સેન્સ અને ક્રિસમસ સેલિબ્રેશન બન્ને એકસાથે સુપરહિટ રહે...

રેડ સુપ્રીમસી



અભિનેત્રી કૅટરિના કૅફ હંમેશાં સિમ્પલ છતાં ક્લાસી દેખાય એવા લુક પસંદ કરે છે. તેણે થોડા સમય પહેલાં લાલ કલરનો ફ્લોરલ અથવા પ્લેન મિડી ડ્રેસ પહેર્યો હતો એ બહુ ફેમસ થયો હતો. મિનિમલ જ્વેલરી અને મિનિમલ મેકઅપ પર બહુ મસ્ત લાગતો હતો. જો તમને પણ આવો લુક અપનાવવો હોય તો સ્લીવલેસ અથવા ફુલ સ્લીવ્ઝવાળા રેડ પ્રિન્ટેડ અથવા પ્લેન ડ્રેસ સાથે ન્યુડ હીલ્સ અને સાથે હાથમાં વૉચ, કાનમાં નાનાં સ્ટડ્સ સ્ટાઇલ કરવાં. જો તમારે ડે ટાઇમ ક્રિસમસ લંચ માટે બહાર જવું હોય તો આવો હળવો લુક અપનાવી શકાય.


સીક્વન મૅજિક

જો તમારે ક્રિસમસ પાર્ટીમાં ચમકવું હોય તો જાહનવી કપૂરનો સીક્વન લુક બેસ્ટ ઇન્સ્પિરેશન છે. આખો બૉડીકૉન ડ્રેસ છે જે ચમકતા લાલ સીક્વનથી ભરેલો છે. આ લુકમાં મેકઅપ ગ્લૉસી રાખજો. ડ્રેસ પોતે જ એટલો બોલ્ડ છે કે વધુ જ્વેલરી પહેરવાની જરૂર પડશે નહીં.


ટ્રાઇ કલર કૉમ્બિનેશન

લીલા રંગની ચેક્સ પ્રિન્ટવાળુ સ્કર્ટ પહેર્યું છે અને એની સાથે સફેદ ક્રૉપ સ્વેટર સ્ટાઇલ કરી શકાય. લાલ, લીલા અને સફેદ રંગના કૉમ્બિનેશનવાળાં આઉટફિટ પ્યૉર ક્રિસમસ વાઇબ આપે છે. જો તમારે પણ આ ત્રણેય રંગને એકસાથે પહેરવા હોય તો સફેદ રંગને બેઝ તરીકે રાખો. એના પર લીલું જૅકેટ પહેરી શકો અને લુક કમ્પ્લીટ કરવા માટે લાલ રંગનાં બૂટ અથવા સ્કાર્ફ સ્ટાઇલ કરો. સેલિબ્રિટીઝની જેમ આ કલર-કૉમ્બિનેશન તમને યુનિક બનાવશે.

એમરલ્ડનું એલિગન્સ

કરીના કપૂર ખાન ક્રિસમસ પાર્ટીઝ માટે જાણીતી છે. તેણે ઘણી વાર એમરલ્ડ ગ્રીન ડ્રેસ સ્ટાઇલ કર્યા છે અને લોકોએ તેની ફૅશન સેન્સને વખાણી પણ છે. વેલ્વેટ શિયાળામાં ગરમી આપે છે અને લુકમાં રૉયલનેસ ઍડ કરે છે. એની સાથે ન્યુટ્રલ શેડની લિપસ્ટિક અને ઓપન વેવી હેર લુકમાં અલગ ચાર્મ ઍડ કરે છે. જો તમારે નાઇટ પાર્ટી માટે જવું હોય કે ફ્રેન્ડ્સ સાથે બહાર સેલિબ્રેશન કરવા જવું હોય તો એમરલ્ડ ગ્રીન ડ્રેસ ક્લાસ ચૉઇસ છે. એની સાથે ગોલ્ડન ઍક્સેસરીઝ સ્ટાઇલ કરવી. ગ્રીન ઍન્ડ ગોલ્ડન કલર એકબીજાને કૉમ્પ્લીમેન્ટ કરશે તો તમારા લુકની સુંદરતા હજી વધશે.

આ સ્ટાઇલિંગ ટિપ્સ

તમારા કામમાં આવશે જો કપડાં સફેદ કે લીલાં હોય તો લાલ શેડની લિપસ્ટિક તમારા લુકને વધુ સારી રીતે એન્હૅન્સ કરશે.

તમે ઇન્ડો-વેસ્ટર્ન લુક માટે લાલ કુરતી સાથે સફેદ પૅન્ટ અને ગ્રીન દુપટ્ટો પણ ટ્રાય કરી શકો છો.

તમે ભલે લોકલ માર્કેટમાંથી કપડાં ખરીદો પણ એને તમારા માપ મુજબ ઑલ્ટર કરાવો. જો ડ્રેસ ઢીલો કે વધુ ટાઇટ હશે તો લુક બગડી શકે છે.

દર એક સિમ્પલ સફેદ કે બ્લૅક ટી-શર્ટ અથવા ટર્ટલ નેક પહેરો અને એની ઉપર લાલ કે ગ્રીન કલરનો શ્રગ, કોટ અથવા ડેનિમ જૅકેટ સ્ટાઇલ કરીને સ્ટ્રૅટેજિક લેયરિંગ કરી શકાય જે તમારા લુકમાં ડેપ્થ ઍડ કરશે અને વધુ સ્ટાઇલિશ બનાવશે.

જો તમે હેવી સીક્વન ડ્રેસ પહેર્યો હોય તો ઍક્સેસરીઝમાં કાનમાં માત્ર નાની બુટ્ટી પહેરો. જો ડ્રેસ સિમ્પલ હોય તો સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ અથવા એક હેવી નેકલેસ પહેરો. આઇઝ પર સ્મોકી આઇઝ મસ્ત લાગશે.

શિયાળામાં ઇન્સ્ટન્ટ સ્ટાઇલ આપે છે. ટૂંકા ડ્રેસ સાથે ઍન્કલ લેન્ગ્થ બૂટ્સ અને જીન્સ સાથે સ્નીકર્સ પહેરો. જો ડ્રેસ ઢીલો પહેર્યો હોય તો કમર પર બેસ્ટ સ્ટાઇલ કરી શકાય, જે ફિગરને સરસ શેપ આપશે.

ક્રિસમસની કલર સાઇકોલૉજી

હિન્દુ તહેવારોમાં તો રંગબેરંગી આઉટફિટ પહેરાતાં હોય છે પણ ક્રિસમસમાં લાલ, લીલા અને સફેદ આ ત્રણ જ કલરનો ઉપયોગ શા માટે થાય છે એવા ક્યુરિયસ સવાલ બધાને થાય છે, પણ એનો જવાબ મોટા ભાગના લોકોને ખબર હોતી નથી. ત્રણેય રંગ પહેરવાની પાછળ ધાર્મિક, ઐતિહાસિક અને સાઇકોલૉજિકલ કારણો રહેલાં છે.

ખ્રિસ્તી ધર્મ મુજબ લાલ રંગ ઈસુ ખ્રિસ્તના રક્તનું પ્રતીક છે જે તેમણે માનવજાતનાં પાપોના પ્રાયશ્ચિત્ત માટે બલિદાન આપતી વખતે વહાવ્યું હતું. લાલ રંગ ઉત્સાહ, પ્રેમ અને ઉષ્માનો પ્રતીક હોવાથી શિયાળાની કડકડતી ઠંડીમાં લાલ રંગ જોવાથી ઊર્જા અને હૂંફનો અહેસાસ થાય છે. એ ગેટ-ટુગેધરમાં પણ આકર્ષક અને બોલ્ડ દેખાડવામાં મદદ કરે છે.

લીલા રંગનાં વૃક્ષો આકરી ઠંડીમાં પણ લીલાંછમ જ રહે છે તેમ આ રંગ મુશ્કેલ સમયમાં પણ ટકી રહેવાનું અને જીવનમાં આવતા તમામ પ્રકારના પડકારોનો સામનો કરવાનો સંદેશ આપે છે. આ કલર પાછળની સાઇકોલૉજી એવી છે કે એ આંખોને શાંતિ આપે છે, પ્રકૃતિ, સમૃદ્ધિ અને વૃદ્ધિનો પ્રતીક છે અને ફૅશનની દૃષ્ટિએ બૅલૅન્સ જાળવવામાં મદદ પણ કરે છે.

સફેદ રંગ શુદ્ધતા, પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે. એ ઈસુ ખ્રિસ્તના નિષ્કલંક જીવન અને પ્રકાશનું પ્રતિનિધિત્વ કરે છે. એની સ્વચ્છતા નવી શરૂઆતને સૂચવે છે. એ બીજા રંગોની ચમકને વધારવાનું કામ કરે છે. ફૅશનમાં સફેદ રંગ એલિગન્સ લાવે છે અને લુકને સૉફ્ટ બનાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

25 December, 2025 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK