Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બૉમ્બે હાઈ કોર્ટનો સવાલ : અદાલતો અને ન્યાયાધીશો સુરક્ષિત છે ખરાં?

બૉમ્બે હાઈ કોર્ટનો સવાલ : અદાલતો અને ન્યાયાધીશો સુરક્ષિત છે ખરાં?

Published : 14 February, 2026 07:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યની કોર્ટ્‍સ અને ન્યાયમૂર્તિઓનાં ઘરોના સિક્યૉરિટી ઑડિટની વિગતો માગી

બૉમ્બે હાઈ કોર્ટની ફાઇલ તસવીર

બૉમ્બે હાઈ કોર્ટની ફાઇલ તસવીર


બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને રાજ્યની હાઈ કોર્ટનાં બિલ્ડિંગો, ન્યાયાધીશોના રેસિડન્સ અને તમામ ટ્રાયલ કોર્ટના સિક્યૉરિટી ઑડિટની વિગતો રજૂ કરવાનો નિર્દેશ 
આપ્યો છે.

૨૦૨૧માં ધનબાદમાં એક ઍડિશનલ સેશન્સ જજના મૃત્યુ પછી સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ તેમ જ આ ક્ષેત્રના અન્ય અધિકારીઓની સુરક્ષા બાબતે જાતે જ અરજી કરીને કાર્યવાહી હાથ ધરી હતી. એના પગલે મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અણખડની બેન્ચે કોર્ટના પરિસરની સુરક્ષા અને ન્યાયાધીશોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવતાં પગલાં વિશે માહિતી માગી છે.



કોર્ટે ૧૭ ફેબ્રુઆરી પર વધુ સુનાવણી મુલતવી રાખી છે તથા ગોવા, ઔરંગાબાદ, નાગપુર અને કોલ્હાપુરની સર્કિટ બેન્ચ અને તમામ જિલ્લાઓમાં ટ્રાયલ કોર્ટ માટેના અત્યાર સુધી કરવામાં આવેલા સિક્યૉરિટી ઑડિટની વિગતો ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ પાસે માગી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK