એક પત્રકારે પોસ્ટ કરેલા વાઇરલ વિડિયોમાં કંબોડિયામાં સ્કૅમર્સ આવી એજન્સીઓની સાચી ઑફિસ જેવું સેટઅપ ઊભું કરીને વિડિયોકૉલ દ્વારા લોકોને ડરાવીને પૈસા પડાવતા દેખાય છે
બૅકડ્રૉપ્સ જોઈને લોકો વિશ્વાસ કરી જ લે એવું સેટઅપ છે
સોશ્યલ મીડિયા પર ફરતા એક વાઇરલ વિડિયોમાં ખુલાસો થયો છે કે કંબોડિયામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને મુંબઈ પોલીસની નકલી ઑફિસો બનાવી ભારતીયોને ડિજિટલ અરેસ્ટ કરીને મોટા પાયે છેતરપિંડી કરવામાં આવે છે.
એક પત્રકારે પોસ્ટ કરેલા વાઇરલ વિડિયોમાં કંબોડિયામાં સ્કૅમર્સ આવી એજન્સીઓની સાચી ઑફિસ જેવું સેટઅપ ઊભું કરીને વિડિયોકૉલ દ્વારા લોકોને ડરાવીને પૈસા પડાવતા દેખાય છે. સેટઅપમાં CBIનો લોગો, ભારતનો રાષ્ટ્રધ્વજ અને મહાત્મા ગાંધી તથા ડૉ. બી. આર. આંબેડકરના ફોટોગ્રાફ્સવાળાં બૅનરો સામેલ છે. બીજી રૂમ મુંબઈ પોલીસના હેડક્વૉર્ટર જેવી દેખાય છે.
ADVERTISEMENT
બૅકડ્રૉપ્સ જોઈને લોકો વિશ્વાસ કરી જ લે એવું સેટઅપ છે. આ વિડિયોએ આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રૉડ નેટવર્ક્સની પોલ ખોલી છે. Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ પણ આ ક્લિપ પર પ્રતિક્રિયા આપીને આઘાત વ્યક્ત કર્યો હતો. સરકારે વારંવાર ડિજિટલ અરેસ્ટ કૌભાંડો વિશે નાગરિકોને ચેતવણી આપી છે, જ્યાં ગુનેગારો CBI, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અથવા સ્થાનિક પોલીસ જેવી એજન્સીઓના અધિકારીઓનો ઢોંગ કરે છે. તેમના દબાણમાં ન આવીને પોલીસ-ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવે છે.


