Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > સમર સીઝનમાં કમ્ફર્ટની સાથે ક્લાસિક લુક મેળવવા અપનાવો એવરગ્રીન ચિકનકારી ફૅશન

સમર સીઝનમાં કમ્ફર્ટની સાથે ક્લાસિક લુક મેળવવા અપનાવો એવરગ્રીન ચિકનકારી ફૅશન

Published : 12 March, 2026 12:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઉનાળામાં તમારા વૉર્ડરોબમાં કેવા પ્રકારનાં ચિકનકારી વસ્ત્રો હોવાં જોઈએ અને એને કેવી રીતે સ્ટાઇલ કરી શકાય એ જાણી લો

ચિકનકારી કામ મોટે ભાગે કૉટન, મલમલ, શિફૉન અને જ્યૉર્જેટ જેવા સૉફ્ટ ફૅબ્રિક પર કરવામાં આવે છે

ચિકનકારી કામ મોટે ભાગે કૉટન, મલમલ, શિફૉન અને જ્યૉર્જેટ જેવા સૉફ્ટ ફૅબ્રિક પર કરવામાં આવે છે


સીઝન ચેન્જ થાય એમ વૉર્ડરોબમાં પણ ફૅશન આખી પલટાઈ જાય છે. જાડા અને ગરમ કપડાને બદલે શરીરને ઠંડક આપે એવાં કપડાંએ જગ્યા લીધી છે ત્યારે ચિકનકારી ફૅશન કમ્ફર્ટની સાથે સ્ટાઇલને એલિવેટ પણ કરે છે. આ ઉનાળામાં તમારા વૉર્ડરોબમાં કેવા પ્રકારનાં ચિકનકારી વસ્ત્રો હોવાં જોઈએ અને એને કેવી રીતે સ્ટાઇલ કરી શકાય એ જાણી લો...

ચિકનકારી કામ મોટે ભાગે કૉટન, મલમલ, શિફૉન અને જ્યૉર્જેટ જેવા સૉફ્ટ ફૅબ્રિક પર કરવામાં આવે છે, જે પરસેવો શોષી લેવાની સાથે શરીરને ઠંડક આપે છે. જો તમે આ સીઝનમાં તમારા લુકને રિફ્રેશિંગ બનાવવા માગતા હો તો આ રહ્યા કેટલાક એવા ઑપ્શન્સ જે તમારી સ્ટાઇલને લેવલ અપ કરશે.



સફેદ રંગની ચિકનકારી કુરતી એવરગ્રીન પસંદગી છે. એને બ્લુ ડેનિમ સાથે પેર કરીને તમે કૅઝ્યુઅલ લુક મેળવી શકો છો. જો તમે ઑફિસ કે કૉલેજ માટે તૈયાર થઈ રહ્યા હો તો પેસ્ટલ શેડ્સ જેવા કે આછો ગુલાબી, લેમન યલો કે સ્કાય બ્લુ રંગની કુરતી પસંદ કરો. એ જોવામાં ખૂબ જ સોબર અને પ્રીમિયમ લાગશે.


ચિકનકારી વર્કવાળા પલાઝો, શરારા કે પૅન્ટ્સ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. કોઈ પણ પ્લેન કુરતા સાથે ચિકનકારી પલાઝો પહેરવાથી આખો લુક બદલાઈ જાય છે.

જો તમને ફ્યુઝન પસંદ હોય તો ચિકનકારી ક્રૉપ ટૉપ અથવા શર્ટ અજમાવો. ટ્રાઉઝર કે સ્કર્ટ સાથે ચિકનકારી શર્ટ તમને એક આધુનિક અને સૉફિસ્ટિકેટેડ લુક આપશે. આ ઉપરાંત પ્લેન મૅક્સી ડ્રેસ પર ચિકનકારી જૅકેટ કે શ્રગ પણ એક ઉત્તમ લેયરિંગ ઑપ્શન બની શકે છે.


કોઈ પ્રસંગ કે પૂજાપાઠમાં જવું હોય તો ઑર્ગેન્ઝા કે જ્યૉર્જેટની ચિકનકારી સાડી તમને મૉડર્ન અને ક્લાસિક લુક આપે છે. એ વજનમાં હલકી હોવાથી આખો દિવસ પહેરવી સરળ રહે છે. જો તમે સાદો ડ્રેસ પહેર્યો હોય તો માત્ર એક હેવી ચિકનકારી દુપટ્ટો નાખવાથી તમારું સ્ટાઇલ સ્ટેટમેન્ટ એલિવેટ થશે.

સ્ટાલિંગ ગાઇડ

ચિકનકારીનાં કપડાં ત્યારે જ ખીલી ઊઠે છે જ્યારે એની સાથે યોગ્ય ઍક્સેસરીઝનું કૉમ્બિનેશન હોય. ચિકનકારી સૉફ્ટ લુક આપે છે. એની સાથે ઑક્સિડાઇઝ્ડ સિલ્વર જ્વેલરી સૌથી બેસ્ટ લાગે છે. ખાસ કરીને મોટા ઝુમકા અથવા ચાંદીનાં કડાં. જો લુક થોડો રૉયલ રાખવો હોય તો પર્લની માળા કે બુટ્ટી પણ અદ્ભુત લાગે છે.

આ સાથે નો-મેકઅપ મેકઅપ લુક સાથે મેસી બન અથવા ખુલ્લા વાળમાં ઊનની વેણીને ચોટલામાં ગૂંથવાથી બોહો લુક મેળવી શકાય. માત્ર સફેદ લેગિંગ્સ જ નહીં ચિકનકારી કુરતીને ડેનિમ શૉર્ટ્‍સ, સિગારેટ પૅન્ટ્સ કે ફ્લોઇ સ્લિટ સ્કર્ટ્‍સ સાથે પહેરીને એને મૉડર્ન ટ્‍વિસ્ટ આપી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK