Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > એક લાંબી લાઇન અને એક ટૂંકી લાઇનઃ તમે કઈ લાઇનમાં ઊભા રહેશો?

એક લાંબી લાઇન અને એક ટૂંકી લાઇનઃ તમે કઈ લાઇનમાં ઊભા રહેશો?

Published : 26 November, 2026 11:33 AM | IST | Mumbai
Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

પ્રભુને મળવાની તક મળે એનાથી ઉત્તમ સમય બીજો કોઈ હોય જ નહીં, એવા સમયે પણ જો તકલીફ, પીડા, મુશ્કેલી અને ફરિયાદની યાદી લાંબી થઈ જાય તો માનવું કે ઈશ્વર તો પોતાના નસીબમાં તમને લખવા માગે છે

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

સત્સંગ

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.


આજે એક વાત કહેવી છે, પણ એ કાલ્પનિક વાત છે એ યાદ રાખજો.
પરમાત્માનાં દર્શન કરવા જઈ રહેલા એક ભક્તે પ્રભુના મંદિરની બહાર મુકાયેલું એક બોર્ડ વાંચ્યું.
‘પ્રભુ પોતે તમને મળવા આતુર છે. અંદર પધારો અને પ્રભુને સાક્ષાત્ મળી લો.’ 
ભક્ત તો આ બોર્ડ વાંચીને પ્રસન્ન-પ્રસન્ન થઈ ગયો. પ્રભુ પોતે આ રીતે સાક્ષાત્ મળી શકે એવી તો તેણે કોઈ કલ્પના જ નહોતી કરી.
તેણે તો પ્રભુને શીઘ્ર મળી જવા પ્રભુના મંદિરમાં પ્રવેશવા દોટ લગાવી, પણ અંદર પ્રવેશતાં જ તેણે જે જોયું એ જોઈને તે સ્તબ્ધ થઈ ગયો. એક બાજુ પ્રભુને મળવા માટે બે લાઇન હતી. એક લાંબી લાઇન હતી અને બીજી બાજુની લાઇન બહુ નાની હતી.
તેણે પૃચ્છા કરી તો ખબર પડી કે બન્ને લાઇન પ્રભુને મળવા માટેની જ છે. 
આશ્ચર્ય વધ્યું.
તેણે પ્રભુના ગર્ભગૃહની બહાર બેઠેલા પ્રભુના અંગત ભક્તને પૂછ્યું, ‘પ્રભુને મળવા બે લાઇન કેમ?’ 
‘આ લાંબી લાઇનમાં એ લોકો ઊભા છે જેમને પ્રભુ માટે અસંતોષ પણ છે અને ફરિયાદો પણ છે. તેઓ પ્રભુને મળીને પ્રભુ સમક્ષ પોતાની ફરિયાદ અને અસંતોષ વ્યક્ત કરવા માગે છે.’
‘અને બીજી જે ટૂંકી લાઇન છે એમાં ઊભેલા લોકો કોણ છે?’
‘બીજી લાઇનમાં એ લોકો છે જેમને પોતાને જે પણ મળ્યું છે એ બદલ પ્રભુને ધન્યવાદ આપવા માગે છે અને પ્રભુનો આભાર માનવા માગે છે...’
‘આનો અર્થ તો એ જ થયોને કે પ્રભુ તે વ્યક્તિને શીઘ્ર મળી શકશે જે પ્રભુનો આભાર માનવા માગે છે.’ 
‘હા, ચોક્કસ...’ 
અને એ ભક્ત જે લાઇન ટૂંકી હતી એમાં ઊભો રહી ગયો અને અલ્પ સમયમાં જ પ્રભુને મળીને કૃતકૃત્ય થઈ ગયો. ધન્ય-ધન્ય બની ગયો.
કહે છેને, માર્ગ જો મેં લહ્યો, તુજ કૃપારસ થકી તો હુઈ સંપદા સકલ સારી.
પ્રભુને મળવાની તક મળે એનાથી ઉત્તમ સમય બીજો કોઈ હોય જ નહીં, એવા સમયે પણ જો તકલીફ, પીડા, મુશ્કેલી અને ફરિયાદની યાદી લાંબી થઈ જાય તો માનવું કે ઈશ્વર તો પોતાના નસીબમાં તમને લખવા માગે છે, પણ આપણે જ તક આવ્યે મોઢું સાફ કરવામાં અને મુહૂર્ત જોવામાં એ તક ગુમાવીએ છીએ.

 


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2026 11:33 AM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK