Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બીજી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકા સામે એક ઇનિંગ્સ અને ૨૧૯ રનથી હારી ગઈ બંગલાદેશી ટીમ

બીજી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકા સામે એક ઇનિંગ્સ અને ૨૧૯ રનથી હારી ગઈ બંગલાદેશી ટીમ

Published : 26 November, 2026 01:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગ્સ ૪૯૪-૭ના સ્કોર પર ડિક્લેર કરી, બંગલાદેશ બીજી ઇનિંગ્સમાં ૧૮૪ રનમાં આૅલઆઉટ થઈ ગયું

વિઆન મલ્ડરે માત્ર ૬૪ બૉલ નાખીને ૭ વિકેટ લીધી હતી. તસ્કીન અહમદને આઉટ કર્યા બાદ બન્ને એકબીજાની સામે આવી ગયા હતા.

વિઆન મલ્ડરે માત્ર ૬૪ બૉલ નાખીને ૭ વિકેટ લીધી હતી. તસ્કીન અહમદને આઉટ કર્યા બાદ બન્ને એકબીજાની સામે આવી ગયા હતા.


સેન્ચુરિયનમાં રમાતી બીજી ટેસ્ટ-મૅચ એક ઇનિંગ્સ અને ૨૧૯ રનથી જીતીને બંગલાદેશ સામે સાઉથ આફ્રિકાએ ૨-૦થી ટેસ્ટ-સિરીઝ જીતી છે. અગાઉ યજમાન ટીમે જોહનિસબર્ગની પહેલી ટેસ્ટ-મૅચમાં ૯ વિકેટે બાજી મારી હતી. ગઈ કાલે ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાએ ૧૧૫ ઓવરમાં ૪૯૪-૭ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૯૧ રન કરનાર બંગલાદેશ બીજી ઇનિંગ્સમાં ૪૯.૪ ઓવરમાં ૧૮૪ રને ઑલઆઉટ થયું હતું. 

બંગલાદેશ સામે સાઉથ આફ્રિકા ૧૮ ટેસ્ટ-મૅચમાંથી ૧૬ મૅચમાં જીત્યું છે. બે ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી છે. આ હરીફ સામે સાઉથ આફ્રિકા સતત આઠમી ટેસ્ટ-મૅચ જીત્યું છે. ઑલરાઉન્ડર વિઆન મલ્ડર ૧૦૦ રન કરવાની સાથે બીજી ઇનિંગ્સની ૭ વિકેટ સહિત કુલ ૮ વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ઓપનર માર્કેસ ઍકરમૅન ૩૦૭ રન કરીને પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીત્યો હતો. ત્રીજા દિવસે બૅટિંગ માટે ઊતરવાને બદલે સાઉથ આફ્રિકાએ ૪૦૩ રનની લીડ સાથે ૪૯૪-૭ના સ્કોર પર ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી. બીજી ઇનિંગ્સમાં ૪૩ ઓવરમાં ૧૫૮ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવ્યા પછી બંગલાદેશે અંતિમ પાંચ વિકેટ ૬ ઓવર અને બાવીસ રનની અંદર ગુમાવી હતી.બંગલાદેશ માટે તૌહિદ હૃદયે ૪૧ રન, મહફિઝુલ ઇસ્લામે ૩૮ રન અને કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તોએ ૩૪ રન કર્યા હતા. ફાસ્ટ બોલર વિઆન મલ્ડરે ૧૧ ઓવરમાં ૩૧ રન આપીને ૭ વિકેટ લીધી હતી. માર્કો યાન્સેને બે વિકેટ અને કૅગિસો રબાડાએ ૧ વિકેટ લીધી હતી. 



સાઉથ આફ્રિકાએ નંબર વનનું સ્થાન મજબૂત કર્યું, બંગલાદેશ છઠ્ઠા ક્રમે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ-ટેબલમાં નંબર વન ટીમ સાઉથ આફ્રિકાના પૉઇન્ટ ૭૨થી વધીને ૮૪ થયા છે. પૉઇન્ટ ટકાવારી ૭૫થી વધીને ૭૭.૭૮ ટકા થઈ છે. સતત બે મૅચ હારનાર બંગલાદેશ પાંચમા ક્રમેથી સરકીને છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. ૪૪ પૉઇન્ટ ધરાવતી આ ટીમની પૉઇન્ટ ટકાવારી ૪૦.૭૪થી ઘટીને ૩૬.૬૭ ટકા થઈ છે. ઇંગ્લૅન્ડની ટીમ પાંચમા ક્રમે આવી ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2026 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK