Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યશરાજ ફિલ્મ્સની હિરોઇન બની સારા અર્જુન

યશરાજ ફિલ્મ્સની હિરોઇન બની સારા અર્જુન

Published : 26 November, 2026 01:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં સારા અર્જુનની સામે OTTની દુનિયાનો લોકપ્રિય ઍક્ટર અંબરીશ વર્મા જોવા મળી શકે છે.

સારા અર્જુન

સારા અર્જુન


રણવીર સિંહની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ની લીડ ઍક્ટ્રેસ સારા અર્જુનને યશરાજ ફિલ્મ્સના એક નવા પ્રોજેક્ટમાં સાઇન કરવામાં આવી હોવાનો રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે આ અનટાઇટલ્ડ ફિલ્મનું ડિરેક્શન જાણીતા ફિલ્મમેકર મનીષ શર્મા કરશે. મનીષ શર્મા આ પહેલાં સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘ટાઇગર 3’, શાહરુખ ખાનની ‘ફૅન’ અને ‘બૅન્ડ બાજા બારાત’ જેવી ફિલ્મોનું ડિરેક્શન કરી ચૂક્યા છે.

આદિત્ય ચોપડાના બૅનર હેઠળ બનનારી આ ફિલ્મ એક મ્યુઝિકલ લવ-સ્ટોરી હશે. એમાં આજના સમયના પ્રેમ અને સંબંધોની સ્ટોરી જોવા મળશે. ખાસ વાત એ છે કે આ રોમૅન્ટિક ફિલ્મમાં કુલ ૮ ગીતો રાખવામાં આવ્યાં છે જે ફિલ્મની સ્ટોરીને આગળ વધારશે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં સારા અર્જુનની સામે OTTની દુનિયાનો લોકપ્રિય ઍક્ટર અંબરીશ વર્મા જોવા મળી શકે છે. અંબરીશ વર્મા ‘સપને વર્સસ એવરીવન’ જેવી વેબ-સિરીઝમાં શાનદાર ઍક્ટિંગ માટે જાણીતો છે. હાલ આ પ્રોજેક્ટ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને એનું શૂટિંગ આવતા વર્ષના જાન્યુઆરીથી પંજાબનાં સુંદર લોકેશન્સ પર શરૂ થવાની આશા છે.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2026 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK