Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ૫૦ વર્ષથી એક જ ગણેશમૂર્તિની સ્થાપના કરે છે બોરીવલીનો પ‌રિવાર, વિસર્જન નથી કરતો

૫૦ વર્ષથી એક જ ગણેશમૂર્તિની સ્થાપના કરે છે બોરીવલીનો પ‌રિવાર, વિસર્જન નથી કરતો

Published : 21 September, 2026 06:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલીના રાજેશ આશર પરિવાર દ્વારા છેલ્લાં ૫૦ વર્ષથી એક જ નાની ગણેશમૂર્તિની સ્થાપના કરી પૂજા કરવામાં આવે છે. મૂર્તિનું વિસર્જન કરવાને બદલે તેને વર્ષભર ઘરમાં રાખી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવે છે.

બોરીવલીમાં ૫૦ વર્ષથી એક જ ગણેશમૂર્તિની કરાયેલી સ્થાપના.

બોરીવલીમાં ૫૦ વર્ષથી એક જ ગણેશમૂર્તિની કરાયેલી સ્થાપના.


ગણેશચતુર્થીના પાવન પર્વ દરમ્યાન સામાન્ય રીતે ગણેશમૂર્તિની સ્થાપના બાદ વિસર્જનની પરંપરા જોવા મળે છે. જોકે બોરીવલી-વેસ્ટમાં હર્મેશ સોસાયટીમાં રહેતો એક પરિવાર છેલ્લાં ૫૦ વર્ષથી એક જ ગણેશમૂર્તિની સ્થાપના અને પૂજા કરીને પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશ આપી રહ્યો છે. રાજેશ આશર પરિવાર દ્વારા મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું નથી, પરંતુ અેને વર્ષભર ઘરમાં જ રાખવામાં આવે છે. આ પરિવારના ગણેશજીની મૂર્તિ ૬ ઇંચથી પણ નાની છે. છેલ્લા પાંચ દાયકાથી દર વર્ષે આ જ મૂર્તિની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરી પૂજા કરવામાં આવે છે. મૂર્તિનું વિસર્જન ન કરવાના નિર્ણયથી પર્યાવરણને નુકસાન ન થાય અેવો પ્રયાસ કરવામાં આવે છે. ગણેશોત્સવમાં કરવામાં આવતો શણગાર પણ ઇકો-ફ્રેન્ડ્લી છે. ટેબલ પર ગોઠવવામાં આવતા બૅકડ્રૉપ, સૂરજમુખીનાં ચક્ર, ઝાલર, કટઆઉટ્સ સહિતની મોટા ભાગની વસ્તુઓ પુનઃવપરાશ કરી શકાય અેવી ઉપયોગ કરવામાં આવે છે અને દર વર્ષે અેનો ફરી ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત પૂજામાં વપરાતાં ફૂલ ને ગલગોટાનાં ફૂલોનું જળાશયમાં વિસર્જન કરવાને બદલે વૃક્ષો અને છોડનાં મૂળમાં નાખવામાં આવે છે જેથી અે કુદરતી ખાતર તરીકે ઉપયોગી બને. આમ, ધાર્મિક શ્રદ્ધાની સાથે પર્યાવરણની સુરક્ષાને પણ પ્રાધાન્ય આપતી આ ઉજવણી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 06:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK