Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > પવનને પેટીમાં પકડી શકાય, પણ મનને ક્યારેય નહીં

પવનને પેટીમાં પકડી શકાય, પણ મનને ક્યારેય નહીં

17 September, 2022 02:45 PM IST | Mumbai
Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

પથ્થર પથ્થર જ રહે, કાગળ ન બને અને કથીર કથીર જ રહે, કંચન ન બને. આગ બાળે અને ચંદન ઠારે. ઘડિયાળના કાંટા પાછા ન ફરે અને ઓટના સમયમાં નદી આગળ ન વધે, પણ મન? એનું કોઈ જ ઠેકાણું નહીં. 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

ધર્મ લાભ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક


સુદ પક્ષમાં ચંદ્રની કળા વધતી જ જાય અને વદ પક્ષમાં ચંદ્રની કળા ઘટતી જ જાય. આયુષ્યમાં રોજ ઘટાડો થતો જાય અને ઉંમરમાં રોજ વધારો જ થતો જાય. ઉનાળામાં દિવસ મોટો અને રાત નાની જ રહે અને શિયાળમાં દિવસ ટૂંકો અને રાત લાંબી જ રહે. પથ્થર પથ્થર જ રહે, કાગળ ન બને અને કથીર કથીર જ રહે, કંચન ન બને. આગ બાળે અને ચંદન ઠારે. ઘડિયાળના કાંટા પાછા ન ફરે અને ઓટના સમયમાં નદી આગળ ન વધે, પણ મન? એનું કોઈ જ ઠેકાણું નહીં. 
પૂનમે એ હતાશ બની જાય અને અમાસે એ પ્રસન્ન રહે એવુંય બને. દુશ્મનને એ માફ કરી દે અને સગા બાપનું એ ખૂન કરવા તૈયાર થઈ જાય એવુંય બને. સવારના શુભ ભાવોના ઉદ્યાનમાં વિહરતું હોય અને સાંજે એ અશુભ ભાવોના ઉકરડે આળોટતું જોવા મળે એવુંય બને. આજે એ પ્રભુના પક્ષમાં હોય અને આવતી કાલે એ ખુદ શેતાન બની જાય એવુંય બને.


વાંચી છેને આ પંક્તિઓ? 

ધગધગતી મધ્યાહ્‍‍ને મહાલે, સાંજ પડે અકળાતું,
કંટક સાથે પ્રીત કરે ને પુષ્પોથી શરમાવું

ઓ મન! તું જ નથી સમજતું. 
લોહ તણી સાંકળના બંધે પળભર ના બંધાતું, 
લાગણીઓના કાચા દોરે જીવનભર જકડાતું. 
ઓ મન! તું જ નથી સમજતું. 
ટૂંકમાં, કાચિંડાના રંગને તમે ઓળખી શકો, મેઘધનુષના રંગોને તમે જાણી શકો, ચંચળ પારાને તમે હાથમાં પકડી શકો, તરલ પવનને તમે પેટીમાં કેદ કરી શકો, પણ મનને ન તો તમે પકડી શકો કે ન તો તમે સમાઈ શકો. ન તો એને તમે સ્થિર રાખી શકો કે ન તો એને તમે પ્રથમ એક જ સ્વભાવમાં રાખી શકો.

મનના આ ન સમજી શકાય એવા સ્વભાવને આંખ સામે રાખીને બે જ કામ કરતા રહેવા જેવાં છે. એ જ્યારે સારા વિચારોમાં રમતું હોય ત્યારે એ શુભ વિચારોને અમલમાં મૂકી જ દેવા અને નબળા વિચારોનું એ શિકાર બની ગયું હોય ત્યારે એ નબળા વિચારો અમલમાં ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખવું, આટલું થશે તો અચૂક આપણે સારા બનતા જઈશું અને ખરાબ બનતાં અટકી જઈશું. 

 ટૂંકમાં, કાચિંડાના રંગને તમે ઓળખી શકો, મેઘધનુષના રંગોને તમે જાણી શકો, ચંચળ પારાને તમે હાથમાં પકડી શકો, તરલ પવનને તમે પેટીમાં કેદ કરી શકો, પણ મનને ન તો તમે પકડી શકો કે ન તો તમે સમાઈ શકો.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2022 02:45 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK