મીડિયા-રિપોર્ટ્સ અનુસાર, તેના પગના સ્નાયુઓ ફાટી ગયા છે એને કારણે તેને હલનચલન કરવામાં મુશ્કેલી પડી રહી છે
એમએસ ધોનીની તસવીર
ધરમશાલામાં મહેન્દ્ર સિંહ ધોની જ્યારે પંજાબ કિંગ્સ સામે નવમા નંબરે બૅટિંગ કરવા આવ્યો ત્યારે ચારે બાજુ હોબાળો મચી ગયો હતો. ઇરફાન પઠાણે તેની ઘણી ટીકા કરી અને કહ્યું હતું કે તે તેની ટીમને નુકસાન પહોંચાડી રહ્યો છે અને હરભજન સિંહે તો તેને ટીમમાંથી બહાર બેસવાની સલાહ આપી હતી. મીડિયા-રિપોર્ટ્સ અનુસાર, તેના પગના સ્નાયુઓ ફાટી ગયા છે એને કારણે તેને હલનચલન કરવામાં મુશ્કેલી પડી રહી છે એથી જ તે પ્રૅક્ટિસ દરમ્યાન પણ દોડતો નથી અને શક્ય એટલી બાઉન્ડરી મારવાની કોશિશ કરે છે. ટીમનાં સૂત્રોએ જણાવ્યું કે ટુર્નામેન્ટ શરૂ થતાં જ ધોનીએ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો છતાં તેણે ટીમ માટે રમવાનું ચાલુ રાખ્યું છે. હવે કારણ જાણીને લાગે છે કે ધોનીની ટીકા કરનારા બન્ને દિગ્ગજ તેની સાથે લાંબા સમય સુધી રમ્યા હોવા છતાં તેને સારી રીતે ઓળખી શક્યા નથી.

