Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાહોનું નવુ ગીત રિલીઝ, રોમેન્ટીક અંદાજમાં જોવા મળ્યા પ્રભાસ-શ્રદ્ધા

સાહોનું નવુ ગીત રિલીઝ, રોમેન્ટીક અંદાજમાં જોવા મળ્યા પ્રભાસ-શ્રદ્ધા

26 August, 2019 06:40 PM IST |

સાહોનું નવુ ગીત રિલીઝ, રોમેન્ટીક અંદાજમાં જોવા મળ્યા પ્રભાસ-શ્રદ્ધા

સાહોનું નવુ ગીત રિલીઝ, રોમેન્ટીક અંદાજમાં જોવા મળ્યા પ્રભાસ-શ્રદ્ધા


બોલીવુડની બહુ ચર્ચીત પ્રભાસની સાહો ફિલ્મનું વધુ એક ગીત રિલીઝ થયું છે. યૂટ્યૂબ પર ગીત 'બેબી વોન્ટ યુ ટેલ મી' રિલીઝ થતાની સાથે જ હિટ થઈ રહ્યું છે. ગીત રિલીઝના કેટલાક કલાકોમાં જ લાખો લોકોએ જોયું છે. ગીતમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર એક બીજા સાથે અલગ અલગ જગ્યાએ ફરતા અને રોમાંસ કરતા જોવા મળી રહ્યાં છે. આ રોમેન્ટિક ગીતને લોકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.

સાહોનું નવું ગીત પ્રભાસ અને શ્રદ્ધા કપૂર પર ફિલ્માવવામાં આવ્યું છે અને બેબી વોન્ટ યૂ ટેલ મી આ વર્ષના સૌથી વધારે રોમેન્ટિક ગીતોમાં સામેલ થઈ શકે છે. આ ગીતને શંકર-એહસાન-લોયે કમ્પોઝ કર્યું છે. જ્યારે અલીસા મેન્ડોંસા, રવિ મિશ્રા અને શંકર મહાદેવને ગાયું છે. આ ગીતને મ્યૂઝિક અને લિરિક્સ મજેદાર છે અને સાંભળવા પર સુકૂન મળે છે. પ્રભાસે તેના આ ગીતની માહિતી ઈન્સ્ટાગ્રામ પર પણ આપી હતી.



ફિલ્મની ફેન્સ કેટલી રાહ જોઈ રહ્યા છે તેનો અંદાજ ફિલ્મના ટીઝર અને ટ્રેલરને મળેલા રિસ્પોન્સ પરથી આવી શકે છે. હકીકતમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાના કેટલાક કલાકો બાદ જ લગભગ 20 મિલિયન વાર જોવાઈ ચુક્યુ છે. અને હજી સુધી તે 4 કરોડ 90 લાખ વાર ટ્રેલર લોકોએ જોયું છે. જો ફિલ્મના ટીઝરની વાત કરીએ તો સાહોનું ટીઝર 1 મહિના પહેલા રિલીઝ થયું હતું. અને તેને 5 કરોડ લોકો જોઈ ચૂક્યા છે. આ આંકડા ફક્ત હિન્દી ટ્રેલર અને ટીઝરમાં જ છે.


આ પણ વાંચો: Bala Teaser Release: આયુષ્માન ખુરાના ફિલ્મ માટે થયા ટકલા !

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 4 ભાષામાં રિલીઝ થવાની છે. આ પહેલા પ્રભાસની ફિલ્મ બાહુબલી ભારતની સહીત વિદેશમાં પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 2 ભાગમાં 3 હજાર કરોડની કમાણી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2019 06:40 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK