વરૂણ ધવને લૉકડાઉનમાં આ રીતે સેલિબ્રેટ કર્યો 33મો જન્મદિવસ

Published: Apr 24, 2020, 12:27 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સાંજે ચાર વાગે ઈન્સ્ટાગ્રામ લાઈવ પર અભિનેતા ફેન્સ સાથે કરશે બર્થ-ડે સેલિબ્રેટ

વરૂણ ધવનના જન્મદિવસની ઉજવણી
વરૂણ ધવનના જન્મદિવસની ઉજવણી

બૉલીવુડ અભિનેતા વરૂણ ધવન આજે 33 વર્ષનો થયો છે. લૉકડાઉનને લીધે વરૂણે ઘરમાં જ પરિવાર સાથે મધરાતે જન્મદિવસની ઉજવણી કરી હતી. અભિનેતાએ પરિવારની હાજરીમાં ઘરે જ બનાવી હાર્ટ આકારની કેક કાપી હતી અને તેના ફોટો પણ સોશ્યલ મિડિયા પર શેર કર્યા હતા.

વરૂણે ઈન્સ્ટગ્રામ સ્ટોરી પર જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી હતી. કેક કટિંગ દરમ્યાન અભિનેતા બ્લેક શર્ટ અને બ્લૂ જીન્સમાં જોવા મળ્યો હતો.

અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બૉલીવુડ સેલેબ્ઝ અને અન્ય મિત્રોએ આપેલી શુભેચ્છાની સ્ટોરી પણ પોસ્ટ કરી હતી.

સોનમ કપુરે ઈમોશનલ ફોટો શેર કરતા વરૂણનને જન્મદિવસની શૂભેચ્છા આપી હતી.

જ્યારે ક્રિતિ સેનોને કહ્યું કે, વરૂણ આપણે નવા ફોટો પાડવાની જરૂર છે. આ લૉકડાઉન પછી પાડીશું. જન્મદિવસની શુભેચ્છા. ક્રિતિ સેનોને ટ્વીનીંગ કરેલો ફોટો શેર કર્યો હતો.

અનુષ્કા શર્માએ સુઈ ધાગા ફિલ્મનો બિહાઈન્ડ ધ સીન વિડિયો શેર કરીને વિષ કર્યું હતું.

કરણ જોહરે જન્મદિવસની શુભેચ્છા આપતા લખ્યું હતું કે, હેપી બર્થ ડે ટુ માય ક્રેઝી હેપી એન્ડ લવલી ચાઈલ્ડ.

તાપસી પન્નૂએ હીરો નંબર વન કહીને વરૂણને શુભેચ્છા આપી હતી.

વરૂણની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર થ્રી ડી'ની કૉ-સ્ટાર નોરા ફતેહીએ બિહાઈન્ડ ધ સીનના અનેક પિક્ચર અને વડિયો પોસ્ટ કર્યા હતા અને કેપ્શનમાં લખ્યું હતું કે, આ મારો ફેવરેટ ફોટો છે. હું તને સફળતા, સારું સ્વાસ્થય, હેપીનેસ અને લાફ્ટરની શુભેચ્છા આપું છું.

 

જ્યારે ભૂમિ પેડણેકરે કુલી બૉય કહ્યું હતું.

 

ઓક્ટરોબર ફિલ્મની તેની કૉ-સ્ટર બનિતા સંધુએ પણ બિહાઈન્ડ સીનનો ફોટો શેર કરીને અભિનેતાને વિષ કર્યું હતું.

 

કિયારા અડવાણીએ પણ અભિનેતાને શુભેચ્છા આપી હતી.

 

વરૂણ આજે સાંજે ચાર વાગે ઈન્સ્ટગ્રામ પર લાઈવ જઈને તેના ફેન્સ સાથે જન્મદિવસની ઉજવણી કરશે. જેની જાહેરાત તેણે પહેલા જ કરી દીધી છે.

વરૂણના ફેન્સ પણ સોશ્યલ મિડિયા પર શુભેચ્છાઓની વર્ષા કરી રહ્યાં છે.


Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK