Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video:ટ્વિંકલ ખન્નાએ અપના ટાઈમ આયેગા પર કર્યો ડાન્સ, રણવીરે આપ્યો જવાબ

Video:ટ્વિંકલ ખન્નાએ અપના ટાઈમ આયેગા પર કર્યો ડાન્સ, રણવીરે આપ્યો જવાબ

16 February, 2019 07:20 AM IST |

Video:ટ્વિંકલ ખન્નાએ અપના ટાઈમ આયેગા પર કર્યો ડાન્સ, રણવીરે આપ્યો જવાબ

ટ્વિંકલ ખન્ના અને રણવીરસિંહ (તસવીર સૌજન્યઃઅક્ષયકુમાર-રણવીરસિંહ ઈન્સ્ટાગ્રામ)

ટ્વિંકલ ખન્ના અને રણવીરસિંહ (તસવીર સૌજન્યઃઅક્ષયકુમાર-રણવીરસિંહ ઈન્સ્ટાગ્રામ)


ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બૉય રિલીઝ થઈ ચૂકી છે, અને ગલી બોય ફિવર લોકો પર છવાયેલો છે. ફિલ્મનું અપના ટાઈમ આયેગા ટ્રેક જબરજસ્ત હિટ સાબિત થયું છે. ફક્ત રણવીરસિંહના ફેન્સ કે રૅપ લવર્સ જ નહીં પણ બી ટાઉનના લોકો પણ તેના ફિવરમાં દેખાઈ રહ્યા છે. અક્ષયકુમારના પત્ની ટ્વિંકલ ખન્ના પણ આ ગીતની ફેન બની ચૂકી છે. હસમુખા સ્વભાવ માટે જાણતી ટ્વિંકલે પણ દિવસભર અપના ટાઈમ આયેગા ગાઈ રહી છે.

ટ્વિંકલના પતિ અક્ષયકુમારે એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં ટ્વિંકલ ગીતને એન્જોય કરતી દેખાઈ રહી છે. અક્ષય કુમારે વીડિયોની સાથે કેપ્શન પણ મજાનો લખ્યો છે. કેસરી સ્ટારે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું,''When she's not educating me with new words to add to my vocabulary... my 24x7 entertainment #HappyValentinesDay #PakaoingSince2001 #GullyGirl." 



જુઓ વીડિયો



 

તો ટ્વિંકલ ખન્નાનો આ વીડિયો જોયા બાદ રણવીરસિંહ પણ ચૂપ નથી રહ્યા. ગલી બોય એક્ટરે આ વીડિયો જોયા બાદ અક્ષયકુમારની પોસ્ટ પર જોરદાર જવાબ આપ્યો છે. અક્ષયકુમારના વીડિયો પર રણવીરસિંહે કમેન્ટ કરી "I am dead."

આ પણ વાંચોઃ Gully Boy:5 કારણ, જેના માટે જોવી જોઈએ ફિલ્મ

ઉલ્લેખનીય છે કે ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બૉય જબરજસ્ત હિટ સાબિત થઈ રહી છે. રણવીર અને આલિયા સ્ટારર ફિલ્મને ક્રિટિક્સ પણ વખાણી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2019 07:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK