Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Gully Boy:5 કારણ, જેના માટે જોવી જોઈએ ફિલ્મ

Gully Boy:5 કારણ, જેના માટે જોવી જોઈએ ફિલ્મ

14 February, 2019 02:16 PM IST |

Gully Boy:5 કારણ, જેના માટે જોવી જોઈએ ફિલ્મ

ફિલ્મના એક દ્રશ્યમાં સિદ્ધાંત ચતુર્વેદી અને રણવીર સિંહ

ફિલ્મના એક દ્રશ્યમાં સિદ્ધાંત ચતુર્વેદી અને રણવીર સિંહ


મુંબઈના સ્ટ્રીટ રેપર્સની જિંદગી પર આધારીત આ મ્યુઝિકલ ડ્રામાને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. વેલેન્ટાઈન ડે એટલે કે આજે આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. ત્યારે વાંચો એ પાંચ કારણો જેના લીધે ફિલ્મ જોવા જવું જોઈએ

બોલીવુડની પહેલી રૅપ મૂવી



અત્યાર સુધી બોલીવુડમાં જુદા જુદા જોનરમાં ઘણી ફિલ્મો બની છે. હૉરર કોમેડીથી લઈને સાઈકો થ્રિલર અને રોમેન્ટિક ડ્રામા વગેરે વગરે. પણ હવે ડિરેક્ટર્સ કંઈક નવું કરી રહ્યા છે. રિયલ આર્ટિસ્ટ પર બનેલી આ બોલીવુડની પહેલી રૅપ ફિલ્મ છે.


આલિયા ભટ્ટનો અંદાજ

પોતાના જનરલ નોલેજને કારણે મજાક બની ચૂકેલી આલિયા ભટ્ટ આ ફિલ્મમાં જુદા જુદા શેડ્સ ધરાવતું પાત્ર ભજવી રહી છે. કટાક્ષ હોય કે ગુસ્સો કે કોમિક ટાઈમિંગ આલિયા દરેક સીનમાં શાનદાર દેખાઈ રહી છે. ટ્રેલર રિલીઝ થયા બાદ જ તેના ડાયલોગ્સ વાઈરલ થઈ ચૂક્યા છે.


માયાનગરીની રિયાલિટી

આ ફિલ્મમાં ઝોયા અખ્તરે સપનાના શહેર મુંબઈની રિયલ સ્ટોરી દર્શાવી છે. ચકાચોંધ વચ્ચેની સચ્ચાઈ દર્શાવી છે. ફિલ્મમાં દરેક કેરેક્ટરની સ્ટ્રગલ તમને અસલી મુંબઈકરની જિંદગીનો અહેસાસ કરાવે છે.

સપનું પૂરૂ કરવાની સફર

ગલી બોય એ મુંબઈના બે રેપર્સ પર બનેલી સ્ટોરી છે, જે ઝૂંપડપટ્ટીમાં જન્મીને મોટા થયા અને સફળ થયા. મૂળ નાના લોકોની સપના પૂરા કરવાની સ્ટોરી છે. મુશ્કેલીઓ વચ્ચે પણ કેવી રીતે સફળ થઈ શકાય તે શીખવા માટે ફિલ્મ જોવી જોઈએ.

બમ્બૈયા લેન્ગવેજ

ફિલ્મ ધારાવીના બેકગ્રાઉન્ડ પર બનેલી છે, એટલે તેમાં જે ભાષા દર્શાવાઈ છે તે પણ લોકોને ગમશે. આ ફિલ્મ સાબિતી છે કે જે લોકો મુંબઈમાં રહે છે તેઓ હિન્દી, અંગ્રેજી કે મરાઠી નથી બોલતા, તેમની પોતાની ભાષા છે. એટલે કે બમ્બૈયા લેન્ગવેજ. બોલે તો પંટર લોગ જ્યાદા ગુલુ ગુલ નઈ કરને કા નહીં ધોપ્તાયેંગી. આવા ટર્મ્સ સાંભળવા માટે ફિલ્મ જોવા જેવી છે.

આ પણ વાંચોઃ Movie Review:Gully boy છે બહોત હાર્ડ, વાંચો કેટલા મળ્યા સ્ટાર 

ઝોયા અખ્તરની આ ફિલ્મ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે એક્સલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ ટાઈગર બેબી સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 02:16 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK