રિચા ચઢ્ઢાની વેબ-સિરીઝ ‘હીરામંડી: ધ ડાયમન્ડ બાઝાર’ હાલમાં નેટફ્લિક્સ પર દેખાડવામાં આવી રહી છે.
રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢાની વેબ-સિરીઝ ‘હીરામંડી: ધ ડાયમન્ડ બાઝાર’ હાલમાં નેટફ્લિક્સ પર દેખાડવામાં આવી રહી છે. રિચા આજે એક સફળ ઍક્ટ્રેસની સાથે પ્રોડ્યુસર પણ છે. જોકે આ સફળતા પાછળ તેનો અથાક પરિશ્રમ સમાયેલો છે. તેને પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ એટલે કે વંશવાદનો ભોગ બનવું પડ્યું હતું. એક અનુભવ ભૂતકાળમાં રિચાને થયો હતો. એ વિશે રિચા કહે છે, ‘મેં એક વખત કોઈ ફિલ્મ માટે ચાર વખત ઑડિશન આપ્યું હતું, પરંતુ બાદમાં એ રોલ કોઈ સ્ટાર કિડને કાં તો કોઈની ગર્લફ્રેન્ડને આપવામાં આવ્યો હતો. આટલી મહેનત કર્યા પછી પણ રોલ હાથમાંથી નીકળી જાય તો ખૂબ તકલીફ થાય છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)