Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાશ્મીરમાં સેના એક્શન મોડમાં, એન્કાઉન્ટરમાં આતંકવાદી ઢેર, શાહે કરી હતી મીટિંગ

કાશ્મીરમાં સેના એક્શન મોડમાં, એન્કાઉન્ટરમાં આતંકવાદી ઢેર, શાહે કરી હતી મીટિંગ

Published : 17 June, 2024 01:20 PM | IST | Jammu-Kashmir
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જમ્મૂ કાશ્મીરમાં સેના એક્શન મોડમાં આવી ગઈ છે. બાંદીપોરામાં એક આતંકવાદી એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. અભિયાન હજી ચાલી રહ્યું છે. એક દિવસ પહેલા અમિત શાહે ઘાટીમાં સુરક્ષા મામલે મોટી મીટિંગ કરી હતી.

આતંકવાદી હુમલો (પ્રતીકાત્મક ફાઈલ તસવીર)

આતંકવાદી હુમલો (પ્રતીકાત્મક ફાઈલ તસવીર)


જમ્મૂ કાશ્મીરમાં સેના એક્શન મોડમાં આવી ગઈ છે. બાંદીપોરામાં એક આતંકવાદી એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. અભિયાન હજી ચાલી રહ્યું છે. એક દિવસ પહેલા અમિત શાહે ઘાટીમાં સુરક્ષા મામલે મોટી મીટિંગ કરી હતી.


જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી હુમલા પર કમાન કસવા માટે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં મોટી મીટિંગ લીધી હતી. આમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, રૉ ચીફ અને સેના પ્રમુખ મનોજ પાંડે સહિત અનેક ઑફિસરો હાજર હતા. મીટિંગ બાદ કાશ્મીરમાં સેના એક્ટિવ મોડમાં આવી ગઈ છે. બાંદીપોરામાં સેનાએ એક આતંકવાદીને ઢેર કરી દેવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે વિસ્તારમાં ઓછામાં ઓછો વધુ એક આતંકવાદી છુપાયેલો છે. સેનાનું ઑપરેશન ચાલી રહ્યું છે.



કાશ્મીરમાં બાંદીપોરામાં સેનાનું આ એક્શન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠકના એક દિવસ બાદ આવી છે. શાહે શીર્ષ અધિકારીઓને જમ્મૂ ક્ષેત્રમાં આતંકવાદ પર `કડક એક્શન` લેવાના નિર્દેશ આપ્યા હતા.


સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સેના અને પોલીસની સંયુક્ત ટીમે ગઈકાલે રાત્રે બાંદીપોરાના અરગામ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ વિસ્તારમાંથી આતંકવાદીઓને બહાર કાઢવાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. જંગલ વિસ્તારમાં ચુસ્ત ઘેરાબંધી સુનિશ્ચિત કરવા માટે વધારાના સુરક્ષા દળોને આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર રિયાસી આતંકવાદી હુમલાનો કેસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ને સોંપ્યો છે 9 જૂનના રોજ યાત્રાળુઓને લઈ જતી બસ પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં આતંકવાદીઓએ પહેલા ગોળીબાર કર્યો અને પછી બસ ખીણમાં પડી ગઈ. ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. 


દરમિયાન, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ જમ્મુ ક્ષેત્રમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે જમ્મુની મુલાકાત લેશે. તેઓ નગરોટામાં વ્હાઇટ નાઈટ કોર્પ્સના મુખ્યાલયમાં બેઠક યોજશે તેવી અપેક્ષા છે, જ્યાં તેમને વિસ્તારમાં પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિ વિશે માહિતી આપવામાં આવશે.

છેલ્લા બે અઠવાડિયામાં જમ્મુ-કાશ્મીરના રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં આતંકવાદીઓએ ચાર સ્થળોએ હુમલો કર્યો છે, જેમાં સીઆરપીએફના એક જવાન સહિત 9 લોકો માર્યા ગયા છે. 12 જૂનના રોજ, સુરક્ષા દળોએ કઠુઆ જિલ્લામાં બે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને તેમની પાસેથી શસ્ત્રો અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.

અરગામમાં આતંકવાદીઓની હાજરીની ચોક્કસ માહિતી પર કાર્યવાહી કરતા, 3 પેરા, 13 રાષ્ટ્રીય રાઇફલ્સ અને બાંદીપોરા પોલીસના જવાનોએ ગામને ઘેરી લીધું હતું અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હાલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2024 01:20 PM IST | Jammu-Kashmir | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK