‘ફર્ઝી’માં મેઘનાનો રોલ મળતાં એક્સાઇટમેન્ટમાં તેણે આવું કહ્યું

રાશિ ખન્ના
‘ફર્ઝી’માં રોલ મળતાં રાશિ ખન્નાએ જણાવ્યું કે નસીબ કંઈક રહસ્યની ઢબે કામ કરે છે. આ શો ૧૦ ફેબ્રુઆરીએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. એમાં શાહિદ કપૂર અને વિજય સેતુપતિ લીડ રોલમાં દેખાશે. આ શો રાજ અને ડીકેએ બનાવ્યો છે. આ રોલ મળવા વિશે રાશિ ખન્નાએ કહ્યું કે ‘મેં ઑડિશન આપ્યું હતું અને મને ‘ફર્ઝી’ની ઑફર મળી હતી. મેં થોડાં વર્ષ પહેલાં મુકેશ છાબરાની કાસ્ટિંગ એજન્સીમાં પણ અપ્રોચ કર્યું હતું. એ કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે નહોતું છતાં મને ‘ફર્ઝી’ મળી ગઈ. રાજ અને ડીકેએ મારું ઑડિશન જોયું અને સાથે જ સાઉથની ફિલ્મોમાં મારું કામ પણ જોયું હતું અને તેમને મારામાં મેઘના દેખાઈ હતી. મને લાગે છે કે નસીબ વિચિત્ર રીતે કામ કરી જાય છે.’