Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > હવે શો કરવાનો વારો, એવું થતાં કરી ‘ફર્ઝી’ સાઇન : શાહિદ કપૂર

હવે શો કરવાનો વારો, એવું થતાં કરી ‘ફર્ઝી’ સાઇન : શાહિદ કપૂર

19 January, 2023 04:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ સિરીઝ ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે

શાહિદ કપૂર

શાહિદ કપૂર


વેબ-સિરીઝ ‘ફર્ઝી’ને નૅચરલી સાઇન કરી હોવાની વાત શાહિદ કપૂરે કહી છે. રાજ અને ડીકેની આ સિરીઝ દ્વારા તે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહ્યો છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ સિરીઝ ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. એમાં તે સનીના રોલમાં દેખાવાનો છે. આ શોને લઈને શાહિદે કહ્યું કે ‘મેં આ સિરીઝ નૅચરલી સાઇન કરી છે. છેલ્લાં પાંચથી છ વર્ષોમાં મેં અનેક શો જોયા છે અને એન્જૉય પણ કર્યા છે. એથી મને એમ થયું કે હું પોતે આ શોમાં કામ કેમ ન કરી શકું. દરેક પ્લૅટફૉર્મ સારું છે. જો કન્ટેન્ટ સારી હશે તો પ્લૅટફૉર્મ પણ સારું દેખાશે. રાજ અને ડીકેએ ત્રણ વર્ષમાં ખરેખર અદ્ભુત કન્ટેન્ટ બનાવી છે. તેમની સાથે કામ કરવાનું આ જ કારણ છે. તેમના કામનો હું ફૅન છું. તેઓ મારી પાસે ફિલ્મની ઑફર લઈને આવ્યા હતા, પરંતુ મેં તેમને કહ્યું કે મને તેમની સાથે શોમાં કામ કરવું છે. તો તેમણે કહ્યું કે ‘શું ખરેખર તમને શોમાં કામ કરવું છે?’ જો તમને જાણ હોય કે કઈ સ્ટોરી કયા પ્લૅટફૉર્મ પર કહેવી જોઈએ તો તમારે ચોક્કસ આગળ વધવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

19 January, 2023 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK