Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > શાહિદ કપૂર ટૅલન્ટેડ ઍક્ટરની સાથે અદ્ભુત વ્યક્તિ છે : વિજય સેતુપતિ

શાહિદ કપૂર ટૅલન્ટેડ ઍક્ટરની સાથે અદ્ભુત વ્યક્તિ છે : વિજય સેતુપતિ

14 January, 2023 07:23 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજય સેતુપતિએ આગામી વેબ-સિરીઝ ‘ફર્ઝી’ના કો-ઍક્ટર શાહિદ કપૂરને ટૅલન્ટેડ ઍક્ટરની સાથે અદ્ભુત વ્યક્તિ ગણાવ્યો છે.

શાહિદ કપૂર

શાહિદ કપૂર


વિજય સેતુપતિએ આગામી વેબ-સિરીઝફર્ઝી’ના કો-ઍક્ટર શાહિદ કપૂરને ટૅલન્ટેડ ઍક્ટરની સાથે અદ્ભુત વ્યક્તિ ગણાવ્યો છે. આ સિરીઝમાં કે. કે. મેનન, રાશિ ખન્ના, અમોલ પાલેકર અને ભુવન અરોરા પણ જોવા મળશે. રાજ અને ડીકેની આ સિરીઝ ૧૦ ફેબ્રુઆરીએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. આ સિરીઝ વિશે શાહિદ કપૂરે કહ્યું કે ‘વિજય સેતુપતિ, નાનુ (અમોલજી), કે. કે. મેનન અને રાશિ કે જેમનો પોતાનો એક અલગ ચાર્મ છે તેમના જેવા બ્રિલિયન્ટ ઍક્ટર સાથે કામ કરવાની ખુશી છે. સનીનું પાત્ર ભજવવું સરળ નહોતું. એ રોલ જટિલે. તેની સ્થિતિ અને લાઇફને સારી બનાવવાની તેની લાલચને કારણે તેણે કેટલાક નિર્ણયો લેવા પડે છે, જેના વિશે તેણે વિચાર્યું પણ નહોતું. મને પૂરી ખાતરી છે કે દર્શકોને આ શો ગમશે. એની હ્યુમર અને કટાક્ષ પણ પસંદ પડશે. લોકોને એ પોતાની સીટ પર જકડી રાખશે. સાથે જ પ્રાઇમ વિડિયો આ સિરીઝને આખા વિશ્વને દેખાડશે, એનાથી સારી બાબત શું હોઈ શકે? વિશ્વભરના લોકોને આ અદ્ભુત કન્ટેન્ટ જોવા મળશે.’
તો બીજી તરફ ટીમની પ્રશંસા કરતાં વિજય સેતુપતિએ કહ્યું કે ‘ડાયનૅમિક જોડી રાજ અને ડીકેની સાથે જ શાહિદ કપૂર સાથે કામ કરવાનો આનંદ છે. શાહિદ પોતાનામાં એક ટૅલન્ટેડ ઍક્ટરની સાથે શાનદાર વ્યક્તિ છે. આવી બ્રિલિયન્ટ ટીમ સાથે કામ કરવાનો અનુભવ અને માઇન્ડ બ્લોઇંગ ‘ફર્ઝી’ને બનાવવાનો અનુભવ શાનદાર રહ્યો. મારા માટે ડિજિટલ પ્લૅટફૉર્મ પર આનાથી સારી એન્ટ્રી ન હોઈ શકે. એની વિશ્વભરમાં રિલીઝને લઈને ઉત્સુક છું.’

‘ફર્ઝી’ ફિલ્મ માટે નહીં, પરંતુ સિરીઝ માટે બંધબેસતી હતી : શાહિદ કપૂર



શાહિદ કપૂરે જણાવ્યું છે કે ‘ફર્ઝી’ ફિલ્મ માટે નહીં, પરંતુ વેબ-સિરીઝ માટે બંધબેસતી હોવાથી એની સિરીઝ બનાવી છે. શાહિદનું કહેવું છે કે તેમણે ફિલ્મ તરીકે ‘ફર્ઝી’ની ચર્ચા કરી હતી. એ વિશે શાહિદ કપૂરે કહ્યું કે ‘ફિલ્મ ફ્રૅટર્નિટી જ્યારે ડિજિટલ પ્લૅટફૉર્મ તરફ વળી પણ નહોતી એ અગાઉ અમે આ શોની ચર્ચા કરી હતી. મને રાજ અને ડીકેના શો ખૂબ ગમ્યા હતા. મને તેમની ‘ફૅમિલી મૅન’ની બન્ને સિરીઝ ગમી હતી. તેમણે મને ​ફિલ્મ ઑફર કરવા માટે કૉલ કર્યો હતો. તો મેં તેમને કહ્યું કે ફિલ્મ તો ઠીક છે, પરંતુ તમે ડિજિટલ પ્લૅટફૉર્મ માટે શું કરી રહ્યા છો? તો તેમણે કહ્યું કે ‘શું તું સિરિયસ છે કે પછી મજાક કરે છે?’ મેં તેમને કહ્યું કે મને તમારી સાથે શોમાં કામ કરવું ગમશે. તેમણે આઠ વર્ષ અગાઉ જે આ​ઇડિયા કહ્યો હતો એના પર એક ફિલ્મ તરીકે અમે ચર્ચા કરી હતી. એ વખતે અમે એ ચર્ચાને આગળ વધારી નહીં, કેમ કે એની સ્ટોરી એક ફિલ્મમાં બંધબેસતી નહોતી. એથી અમને લાગ્યું કે ‘ફર્ઝી’ને ફિલ્મમાં ન બનાવી શકાય. મને એવું લાગ્યું કે એની સાથે ન્યાય ન કરી શકાય. આ પહેલી સીઝન અઢી ફિલ્મ જેટલી છે. જો લોકોને ગમશે તો એની એક પછી એક એમ અન્ય સીઝન પણ બનાવવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2023 07:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK