Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Taarak Mehta Ka Ooltah Chashmah:દયાભાભીના કમબેક અંગે મોટા સમાચાર

Taarak Mehta Ka Ooltah Chashmah:દયાભાભીના કમબેક અંગે મોટા સમાચાર

02 July, 2019 12:31 PM IST | મુંબઈ

Taarak Mehta Ka Ooltah Chashmah:દયાભાભીના કમબેક અંગે મોટા સમાચાર

Taarak Mehta Ka Ooltah Chashmah:દયાભાભીના કમબેક અંગે મોટા સમાચાર


સોની સબના ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ માટે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી આ શોમાં દયાભાભી ઉર્ફે દિશા વાકાણીના કમબેકને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. જો તમે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન છો તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે. લાંબા સમયથી શોમાં દિશા વાકાણીના કમબેકની રાહ જોઈ રહેલા દર્શકોએ હજી પણ કેટલાક સમય સુધી રાહ જોવી પડે છે. દયાબેનના શોમાં કમબેક અંગે પેચ ઘણા સમયથી ફસાયેલો છે. લાંબા સમયથી એ અહેવાલ હતા કે તે ટૂંક સમયમાં જ પાછા ફરશે, તો ક્યારેક એવા સમાચાર આવ્યા હતા કે મેકર્સે તેમના બદલે અન્ય એક્ટ્રેસને કાસ્ટ કર્યા છે.

 
 
 
View this post on Instagram

Livin'

A post shared by Disha Vakani (@disha.vakani) onJun 6, 2019 at 1:39am PDT




 
 
 
View this post on Instagram

❤️?❤️?❤️?❤️?❤️?❤️?❤️?❤️?❤️?❤️?❤️?❤️

A post shared by Disha Vakani (@disha.vakani) onJun 3, 2019 at 1:33am PDT


 
 
 
View this post on Instagram

Love this picture ?

A post shared by Disha Vakani (@disha.vakani) onMar 27, 2019 at 11:21pm PDT

હાલ એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે શોના મેકર્સને દયાબેને પાછા લાવવાની કોઈ ઉતાવળ નથી. તેમણે દયાબેનના કમબેકને હોલ્ડ પર મૂક્યુ છે. ત્યારે ફેન્સે દયાબેનને ફરી શોમાં જોવા માટે હજી પમ રાહ જોવી પડશે. મળતી માહિતી પ્રમાણે મેકર્સ દયાબેનના પાત્ર માટે એવી એક્ટ્રેશ શોધી રહ્યા છે, જે દયાબેનનું પાત્ર પરફેક્શન સાથે નિભાવી શકે. ટીમને ફેમસ સ્ટાર્સ અને ફ્રેશ ફેસને ઓડિશન માટે બોલાવ્યા પણ છે. તમને જણાવી દઈએ કે દિશા વાકાણી 2017થી શોમાંથી બહાર છે. માતા બન્યા બાદ તે ફરી ક્યારેય નથી દેખાયા.ૉ

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2019 12:31 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK