Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ગુસ્સો દેખાડવા માટે જોશથી ભરેલાં ગીતો, ડાયલૉગ્સ સાંભળ્યાં અર્જુન બિજલાણી

ગુસ્સો દેખાડવા માટે જોશથી ભરેલાં ગીતો, ડાયલૉગ્સ સાંભળ્યાં અર્જુન બિજલાણી

09 April, 2024 05:37 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવનારા એપિસોડમાં દેખાડવામાં આવશે કે શિવના રોલમાં દેખાતા અર્જુન પર તેની મમ્મીની હત્યાનો આરોપ મૂકવામાં આવશે.

અર્જુન બિજલાણી

અર્જુન બિજલાણી


અર્જુન બિજલાણીનો આક્રમક અંદાજ ‘પ્યાર કા પહલા અધ્યાય શિવ શક્તિ’માં દેખાવાનો છે. એમાં તેની સાથે શક્તિના રોલમાં નિક્કી શર્મા દેખાઈ રહી છે. આવનારા એપિસોડમાં દેખાડવામાં આવશે કે શિવના રોલમાં દેખાતા અર્જુન પર તેની મમ્મીની હત્યાનો આરોપ મૂકવામાં આવશે. પોતાના પર મૂકવામાં આવેલા આરોપોને નકારતાં તેની અંદરનો ગુસ્સો બહાર આવે છે. એ સીક્વન્સનું શૂટિંગ કરવું અઘરું હોવાનું જણાવતાં અર્જુન કહે છે, ‘હું નસીબદાર છું કે મને આવા વિવિધતાથી ભરેલા રોલ અને ઇમોશન્સને શિવના પાત્ર દ્વારા દેખાડવાની તક મળી છે. હું ખુશમિજાજ વ્યક્તિ છું અને એ સીક્વન્સ માટે મારી અંદરથી ગુસ્સાને બહાર કાઢવાનું અઘરું લાગે છે. એ સીક્વન્સને સચોટતાથી ભજવી શકું એ માટે મેં આક્રમક ગીતો અને ડાયલૉગ્સ સાંભળ્યાં હતાં. સાથે જ મેં એ વ્યક્તિના માઇન્ડસેટને પણ સમજવાનો પ્રયાસ કર્યો જેની નજરની સામે તેની મમ્મીની હત્યા કરવામાં આવી હોય. એ જ બાબતે મને આ રોલમાં ઢળવા માટે મદદ કરી હતી. હું એ ઝોનમાં આવ્યો અને પોતે આગળ ગયો અને મારાં કપડાં ફાડી નાખ્યાં. એ સીન નૅચરલી શૂટ કરવામાં આવ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2024 05:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK