Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયાથી મતદાન કરવા પાલનપુર આવ્યો યુવાન

ઑસ્ટ્રેલિયાથી મતદાન કરવા પાલનપુર આવ્યો યુવાન

09 May, 2024 10:36 AM IST | Palanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માતા-પિતા સાથે મતદાનમથકમાં જઈને વોટિંગ કરીને સંતોષ વ્યક્ત કર્યો

ઑસ્ટ્રેલિયાના સિડનીથી પાલનપુરમાં મતદાન કરવા આવેલાે હર્ષ અખાણી તેનાં માતા-પિતા સાથે

ઑસ્ટ્રેલિયાના સિડનીથી પાલનપુરમાં મતદાન કરવા આવેલાે હર્ષ અખાણી તેનાં માતા-પિતા સાથે


ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતો યુવાન પાલનપુર આવ્યો હતો અને માતા-પિતા સાથે મતદાનમથકે જઈને વોટિંગ કરીને તેણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં રહેતો અને છેલ્લાં કેટલાંક વર્ષથી સિડનીમાં ફાર્મા કંપનીમાં જૉબ કરતો હર્ષ અખાણી મતદાન કરવા ભારત આવ્યો હતો. પાલનપુરમાં જી. ડી. મોદી કૉલેજના મતદાનમથકમાં માતા સાથે જઈને કીમતી મત આપીને હર્ષે આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને યુવા મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. હર્ષ અખાણીએ પોતે વોટ કરવા ઉપરાંત તેમનાં માતા નયનાબહેનને ઘૂંટણનું ઑપરેશન કરાવ્યું હોવાથી તેમને વ્હીલચૅરમાં બેસાડીને મતદાનમથક પર લાવીને મતદાન કરાવ્યું હતું. મતદાનના દિવસે વિદેશમાં વસતા ગુજરાતીઓ મતદાન કરવા માદરે વતન આવ્યા છે એ જાણીને અન્ય મતદારોએ ગર્વની લાગણી અનુભવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 10:36 AM IST | Palanpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK