યુઝર્સ જુદાં-જુદાં મીમ્સ બનાવીને શૅર કરી રહ્યા છે.
લાઇફ મસાલા
વાઇરલ વિડિયોની તસવીર
જૂનમાં T20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે ત્યારે ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમ માટે વર્લ્ડ કપની જર્સી લૉન્ચ કરી હતી. આ જર્સી જોઈને લોકોને ‘જેઠાલાલ’ યાદ આવી ગયા હતા. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના એક એપિસોડમાં જેઠાલાલ અને તેમની ટીમે કંઈક આ જ પ્રકારની જર્સી પહેરી હતી એટલે સોશ્યલ મીડિયા પર બન્ને જર્સીની સરખામણી થઈ રહી છે. યુઝર્સ જુદાં-જુદાં મીમ્સ બનાવીને શૅર કરી રહ્યા છે. બ્લુ અને ઑરેન્જ કલરની જર્સીમાં જેઠાલાલનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. એક યુઝરે ફોટો શૅર કરીને લખ્યું છે કે તેમણે લેજન્ડ જેઠિયાની કૉપી કરી છે.