જોકે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે આ શો ટૂંક સમયમાં બંધ થવાનો છે. જોકે આ ચર્ચાને મામલે ચૅનલે સ્પષ્ટતા કરી છે અને દર્શકોને મહત્ત્વની અપડેટ આપી છે.
સ્મૃતિ ઈરાની
લોકપ્રિય ટીવી-સિરિયલ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ હાલમાં સૌથી વધારે TRP ધરાવતો લોકપ્રિય શો છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે આ શો ટૂંક સમયમાં બંધ થવાનો છે. જોકે આ ચર્ચાને મામલે ચૅનલે સ્પષ્ટતા કરી છે અને દર્શકોને મહત્ત્વની અપડેટ આપી છે. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ હાલમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થાય છે. ચૅનલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને જણાવ્યું હતું કે સિરિયલ બંધ થવાની ચર્ચાઓ સંપૂર્ણપણે ખોટી છે. પોસ્ટમાં જણાવાયું છે કે ‘કેટલીક જગ્યાએ એવો દાવો થઈ રહ્યો છે કે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝન બંધ થવાની છે અને એની જગ્યાએ એનો સ્પિન-ઑફ શો ‘ક્યોંકિ... રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં’ આવશે. અમે સ્પષ્ટ કરી દઈએ છીએ કે આ દાવો બિનઆધારભૂત છે. અમે આ શોને બંધ નથી કરી રહ્યા અને હાલમાં એની સમાપ્તિની કોઈ તારીખ નક્કી નથી.’
