Indian-origin Gujarati woman shot dead in US: અમેરિકામાં લૂંટના ઈરાદે ગોળીબાર, ધોળા દિવસે ગુજરાતી મહિલા પર ચલાવી બંદૂક, ગુજરાતની મહિલા વેપારીનું કરુણ મોત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, યુએસ પોલીસે શરુ કરી વધુ તપાસ
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા ફુટેજમાંથી લેવાયેલા સ્ક્રિનગ્રેબ
અમેરિકા (America)માં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં લૂંટના કથિત પ્રયાસ દરમિયાન સ્ટોર પર હાજર એક ગુજરાતી મહિલાની ગોળી મારીને નિર્મમ હત્યા (Indian-origin Gujarati woman shot dead in US) કરવામાં આવી છે. મૃતક મહિલાની ઓળખ મેઘના પટેલ (Meghna Patel) તરીકે થઈ છે, જેઓ મૂળ ગુજરાત (Gujarat)ના મહેસાણા (Mehsana) જિલ્લાના વિસાપુર (Visapur) તાલુકાના જાંત્રાલ (Jantral) ગામના વતની હતા. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતાં જ સ્થાનિક અને ભારતીય સમુદાયમાં ભારે શોક અને આક્રોશ ફેલાયો છે.
મેઘના પટેલ પરિવાર સાથે અમેરિકામાં વર્ષોથી રહેતા હતા
ADVERTISEMENT
પ્રાથમિક અહેવાલો અનુસાર, મેઘના પટેલ છેલ્લા ઘણા વર્ષોથી તેમના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા અને ત્યાં એક કન્વીનિયન્સ સ્ટોર (કરિયાણા અને પરચૂરણ સામાનની દુકાન) ચલાવતા હતા. પોલીસ (Police)ના મતે આ હુમલો લૂંટના ઈરાદે કરવામાં આવ્યો હોવાની આશંકા છે, જો કે હત્યા પાછળનો ચોક્કસ હેતુ શું હતો તેની તપાસ હજુ ચાલી રહી છે.
સીસીટીવીમાં શંકાસ્પદ વ્યક્તિ ગ્રાહક તરીકે સ્ટોરમાં પ્રવેશતો દેખાય છે
સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે સ્ટોરના કાઉન્ટર પાછળ, જ્યાં કેશ રજિસ્ટર અને લોટરી ટિકિટનું ડિસ્પ્લે છે, ત્યાં મેઘના પટેલ હાજર હતા. એ જ સમયે એક શંકાસ્પદ વ્યક્તિ ગ્રાહકના બહાને સ્ટોરમાં પ્રવેશે છે. તેણે માથા પર હૂડ અને મોઢા પર માસ્ક પહેરેલું હતું, તેમજ ડાર્ક કલરનું જેકેટ અને કેમોફ્લાજ પેન્ટ પહેર્યું હતું. તે ખૂબ જ શાંતિથી કાઉન્ટર તરફ આગળ વધે છે.
View this post on Instagram
અચાનક ગોળીબાર પહેલાં સંક્ષિપ્ત વાતચીત
વાયરલ વીડિયો અને અહેવાલો અનુસાર, કાઉન્ટર નજીક પહોંચીને તે વ્યક્તિએ મેઘના પટેલ સાથે સામાન્ય ગ્રાહકની જેમ થોડી સેકન્ડો સુધી વાતચીત કરી હતી. પરંતુ, જોતજોતામાં આ શાંત માહોલ હિંસામાં ફેરવાઈ જાય છે.
વીડિયોમાં કાઉન્ટર પાસે અચાનક અફરાતફરી મચેલી અને વસ્તુઓ હવામાં ઉડતી દેખાય છે, જે દરમિયાન હુમલાખોર ગોળીબાર કરે છે. આ જીવલેણ હુમલામાં મેઘના પટેલ ગંભીર રીતે ઘવાયા હતા અને ટૂંક સમયમાં જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
હુમલા પછી તરત જ શંકાસ્પદ ભાગી ગયો
ગોળીબાર કર્યા બાદ તુરંત જ આરોપી કાઉન્ટર પરથી કોઈ વસ્તુ ઝડપથી ઉઠાવે છે અને સ્ટોરમાંથી બહાર ભાગી જાય છે. સીસીટીવી ફૂટેજમાં આરોપીનું દુકાનમાં આવવું, ગોળીબાર કરવું અને ત્યાંથી ભાગી જવું સ્પષ્ટ દેખાય છે, પરંતુ દુકાનની બહાર શું થયું તેની વિગતો કેમેરામાં આવી નથી.
લૂંટના હેતુની તપાસ કરી રહી છે પોલીસ
હાલમાં સ્થાનિક પોલીસ કાયદો અને વ્યવસ્થાના આધારે આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસ સીસીટીવી ફૂટેજની બારીકાઈથી સમીક્ષા કરીને અને અન્ય પુરાવાઓ એકઠા કરીને આરોપીની ઓળખ કરવા તથા તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
