Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચનની પૌત્રી IIM અમદાવાદથી થઈ ગ્રેજ્યુએટ, કૅમ્પસની ઈમોશનલ યાદો શૅર કરી

અમિતાભ બચ્ચનની પૌત્રી IIM અમદાવાદથી થઈ ગ્રેજ્યુએટ, કૅમ્પસની ઈમોશનલ યાદો શૅર કરી

Published : 26 May, 2026 06:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નોંધનીય છે કે નવ્યા નવેલી નંદાએ લંડનની સેવનઓક્સ સ્કૂલમાંથી પોતાનું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ, તેણે અમેરિકાની ફોર્ડહામ યુનિવર્સિટીમાંથી ડિજિટલ ટેકનોલોજી અને યુએક્સ ડિઝાઇનમાં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી.

નવ્યા નવેલી નંદાએ શૅર કરેલી તસવીર

નવ્યા નવેલી નંદાએ શૅર કરેલી તસવીર


બૉલિવૂડના દિગ્ગજ બિગ બી અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ફરી એકવાર ચર્ચામાં આવી છે. જોકે, આ વખતે તેનું કારણ ન તો સોશિયલ મીડિયા પોસ્ટ છે કે ન તો તેની ફૅમિલી બૅકગ્રાઉન્ડ, પરંતુ તેની ડિગ્રી માટે. નવ્યાએ IIM અમદાવાદથી સફળતાપૂર્વક તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. આ ખાસ પ્રસંગની ઉજવણી કરવા નવ્યાએ સોશિયલ મીડિયા પર યાદ માટે તસવીરો અને વીડિયો શૅર કર્યા છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ પોસ્ટ્સ સાથે, તેણે એક ભાવનાત્મક નોટ પણ લખી છે.

નવ્યા નવેલી નંદાએ પોસ્ટ શૅર કરી



નવ્યાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક પોસ્ટ કરી છે જેમાં તે તેના મિત્રો સાથે જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેણે કૅમ્પસમાં વિતાવેલી ક્ષણોનો આનંદ માણતી જોવા મળે છે. આ તસવીરો સાથે, નવ્યાએ ઈમોશનલ કૅપ્શન લખ્યું "એક એવી જગ્યા જેણે મને એટલું બધું આપ્યું જે હું ક્યારેય પાછું આપી શકતી ન હતી, અને તે લોકો જેમણે મારા માટે આવું જ કર્યું. બસ... એક છેલ્લી વાર." તેના આ તસવીરો સોશિયલ મીડિયા પર ભારે ધમાલ મચાવી દીધી છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Navya Naveli Nanda (@navyananda)


નવ્યા નવેલી નંદા કેટલી ભણેલી છે?

નોંધનીય છે કે નવ્યા નવેલી નંદાએ લંડનની સેવનઓક્સ સ્કૂલમાંથી પોતાનું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ, તેણે અમેરિકાની ફોર્ડહામ યુનિવર્સિટીમાંથી ડિજિટલ ટેકનોલોજી અને યુએક્સ ડિઝાઇનમાં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. હવે, તેણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાંથી બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

નવ્યા નવેલી નંદાને ફિલ્મોમાં કોઈ રસ નથી

ઉલ્લેખનીય છે કે નવ્યા નવેલી નંદા ફિલ્મ પરિવારમાંથી હોવા છતાં, તેણે અભિનય કરતાં વ્યવસાય અને સામાજિક કાર્યમાં માર્ગ અપનાવવાનું પસંદ કર્યું છે. તે એક એન્ટરપ્રીન્યુઅર છે અને મહિલા સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરે છે. નવ્યા `આરા હેલ્થ` નામના પ્લેટફોર્મ સાથે સંકળાયેલી છે, જે મહિલાઓના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નવ્યા નવેલી નંદાએ તેનો ફૅમેલી બિઝનેસ પણ સાંભળે છે. નવ્યા તેના પિતા નિખિલ નંદાના પગલે ચાલી રહી છે અને તેના કૌટુંબિક વ્યવસાયમાં જોડાઈ છે. તે અમિતાભ બચ્ચનની પૌત્રી અને શ્વેતા બચ્ચનની પુત્રી છે. શોબિઝનો ભાગ ન હોવા છતાં, તેનો વિશાળ ચાહક વર્ગ છે. નવ્યાનું પોડકાસ્ટ, `વોટ ધ હેલ નવ્યા?`, પણ ખૂબ લોકપ્રિય રહ્યું છે, તેની બંને સીઝન હિટ સાબિત થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2026 06:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK