Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોઢા પર ફૂંક મારી બેભાન કરતી ગૅન્ગથી સાવધાન

મોઢા પર ફૂંક મારી બેભાન કરતી ગૅન્ગથી સાવધાન

Published : 26 May, 2026 07:07 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

કલ્યાણમાં બસમાંથી ઊતરતી વખતે ગુજરાતી મહિલાને આ રીતે અર્ધબેભાન કરીને ૩ લાખ રૂપિયાની સોનાની બંગડી લૂંટી લેવાઈ

AI ઇમેજ

AI ઇમેજ


કલ્યાણ-વેસ્ટના મુખ્ય બસ-સ્ટેશન પર બસમાંથી ઊતરતી વખતે ૭૫ વર્ષનાં નલિની શાહના મોં પર ફૂંક મારી તેમને બેભાન કરીને ૩ લાખ રૂપિયાની સોનાની બંગડી તફડાવી લેવામાં આવી હોવાની ચિંતાજનક લૂંટની ઘટના શનિવારે સામે આવી હતી. મુરબાડ રોડ પર આવેલા યશોધન બિલ્ડિંગમાં રહેતાં નલિની શાહ રાશન લેવા કલ્યાણ ગયાં હતાં. 

નલિનીબહેનના પુત્ર વૈભવ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે બપોરે મમ્મી મુરબાડથી હોલસેલમાં રાશન લેવા અને મારા બીમાર મામાને મળવા કલ્યાણ ગયાં હતાં. દોઢ વાગ્યે તેઓ કલ્યાણ સ્ટેશન તરફ જતા અનંત હલવાઈ બસ-સ્ટૉપ પર બસમાંથી નીચે ઊતરી રહ્યાં હતાં ત્યારે ત્યાં ભારે ભીડ હતી. બસમાંથી ઊતરતી વખતે એક અજાણ્યો યુવક તેમની એકદમ નજીક આવ્યો હતો અને બાજુ પર ખસો એમ કહીને મમ્મીની સામે ઊભો રહી ગયો હતો. ત્યાર બાદ તે યુવકે એક અજીબ યુક્તિ અજમાવીને મમ્મીના મોઢા પર માત્ર એક જોરદાર ફૂંક મારી હતી. આ ફૂંકને કારણે કોઈ નશીલા પદાર્થની અસર હેઠળ મમ્મી ત્યાં જ ત્રણથી ૪ મિનિટ માટે અર્ધબેભાન થઈ ગયાં હતાં. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને ચોર મમ્મીને ખબર ન પડે એ રીતે તેમના એક હાથમાંથી ૨૪ ગ્રામ વજનની ૩ લાખ રૂપિયાની સોનાની બંગડી કાઢીને ભીડમાં ગાયબ થઈ ગયો હતો. આ બંગડી મમ્મીને પચીસ વર્ષ પહેલાં મારા નાના મામાના દીકરાનાં લગ્નમાં ભેટ મળી હતી.’



કેમિકલનો ઉપયોગ કરીને બેભાન કરનારા સામે સાવધાન 
કલ્યાણના મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડે-ડે’ને કહ્યું હતું કે ‘આ પ્રકારના અમુક કેસ ભૂતકાળમાં પણ નોંધાયા છે. આરોપી અમુક એવા કેમિકલનો ઉપયોગ કરતો હોય છે જે સામેવાળાના નાક નજીક ફૂંક મારીને ફેંકતાં સામેની વ્યક્તિ ટૂંક સમય માટે બેભાન થઈ જતી હોય છે. આવા કેમિકલનો ઉપયોગ કરનારાથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. આ કેસમાં અમે CCTV કૅમેરાના ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2026 07:07 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK