° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


Hetal Yadav: શૂટિંગ બાદ ઘરે જઈ રહેલા ઈમલી સીરિયલ ફેમ અભિનેત્રીની કારનો અકસ્માત

06 December, 2022 02:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રવિવારે રાત્રે શૂટિંગમાંથી ઘરે પરત ફરતી વખતે અભિનેત્રીનો અકસ્માત થયો હતો. હેતલ યાદવની કારને ટ્રકે ટક્કર મારી હતી

હેતલ યાદવ

હેતલ યાદવ

ફેમસ ટીવી શો `ઇમલી (Imlie)`માં શિવાની રાણાનો રોલ કરનાર અભિનેત્રી હેતલ યાદવ(Hetal Yadav)ના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રવિવારે રાત્રે શૂટિંગમાંથી ઘરે પરત ફરતી વખતે અભિનેત્રીનો અકસ્માત થયો હતો. હેતલ યાદવની કારને ટ્રકે ટક્કર મારી હતી, પરંતુ અભિનેત્રી આ અકસ્માતમાં બચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર હેતલ યાદવ (Hetal yadav)રવિવારે શૂટિંગ પૂરું કરીને પોતાના ઘરે પરત જઈ રહી હતી. આ દરમિયાન તે જ સમયે કાર ચાલી રહી હતી, ત્યારે પાછળથી આવતા એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન અકસ્માતની માહિતી આપી હતી. અભિનેત્રીએ કહ્યું, `રાત્રે 8:45 વાગ્યે શૂટિંગનું પેકઅપ થયું અને હું ફિલ્મ સિટીથી ઘરે જવા નીકળી ગઈ. હું જેવીએલઆર હાઈવે પર પહોંચી કે તરત જ એક ટ્રકે મારી કારને પાછળથી ટક્કર મારી અને તેને સાઈડમાં ધકેલી દીધી હતી.`

આ પણ વાંચો:આખરે ડિવોર્સ પર બોલી Malaika Arora, કહ્યું અરબાઝે મને પ્રપોઝ...

અભિનેત્રીએ વધુમાં કહ્યું, `મારી કાર પડી જવાની હતી કે અચાનક મેં હિંમત એકઠી કરી અને મારા પુત્રને ફોન કર્યો. હું આઘાતમાં હતી એટલે મેં મારા પુત્રને અકસ્માત વિશે પોલીસને જાણ કરવા કહ્યું.` આ અકસ્માતમાં અભિનેત્રીને કોઈ ઈજા થઈ ન હતી અને તે બચી ગઈ હતી. આ અંગે અભિનેત્રીએ કહ્યું, `આભાર મને કોઈ ઈજા નથી થઈ, પરંતુ તેમ છતાં હું આઘાતમાં છું.`

આ પણ વાંચો:Madhuri Dixitએ કોપી કર્યો આ પાકિસ્તાની યુવતીનો ડાન્સ, યુર્ઝર્સે કહ્યું કે...

ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં હેતલ યાદવ સ્ટાર પ્લસના શો `ઈમલી`માં શિવાની રાણાનું પાત્ર ભજવી રહી છે. અભિનેત્રીને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે અને છેલ્લા 25 વર્ષથી અભિનય ક્ષેત્રનો એક ભાગ છે. `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં જ્વાલાનું પાત્ર ભજવ્યા બાદ તે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી.

06 December, 2022 02:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

લોકો ‘અનુપમા’ના નામે બોલાવે ત્યારે ગર્વ થાય છે : રૂપાલી ગાંગુલી

આ સિરિયલ ૨૦૨૦થી સ્ટાર પ્લસ પર શરૂ થઈ છે

01 February, 2023 04:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

અંકિત ગુપ્તાને પણ થયો હતો કાસ્ટિંગ કાઉચનો અનુભવ

બિગ બૉસ 16’માં તેની અને પ્રિયંકા ચહર ચૌધરીની કેમિસ્ટ્રીએ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું અને લોકોને તેમની જોડી પણ ગમે છે.

31 January, 2023 04:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

રૂપાલી ગાંગુલીએ ખરીદી આલિશાન મર્સિડીઝ કાર

કારના શોરૂમમાં રૂપાલીના ફોટોનાં કટઆઉટ પણ લગાવેલાં હતાં

30 January, 2023 03:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK