Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Madhuri Dixitએ કોપી કર્યો આ પાકિસ્તાની યુવતીનો ડાન્સ, યુર્ઝર્સે કહ્યું કે...

Madhuri Dixitએ કોપી કર્યો આ પાકિસ્તાની યુવતીનો ડાન્સ, યુર્ઝર્સે કહ્યું કે...

06 December, 2022 02:12 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોશિયલ મીડિયા પર માધુરીએ રિક્રિએટ કરેલા આ ડાન્સ વીડિયો ખુબ જ પસંદ કરવામાં આવ્યો છે. માધુરી એકદન ગ્રેસફુલ સાથે મુવ્ઝ કરતી દેખાઈ છે.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત


તાજેતરમાં સોશિયલ મીડિયા પર `મેરા દિલ યે પુકારે આજા...` (Mera Dil Ye Pukare) ગીત છવાયેલું છે. જયાં પણ જાવ આ ગીતના શબ્દો કાનમાં પડી જ જાય છે. તો બીજી બાજુ આ ગતી પર ઢગલો રીલ્સ બની રહી છે. બૉલિવૂડથી લઈ ઈન્ફ્લુએન્સર આ ગીત પર રીલ બનાવી લાખો લાઈક્સ મેળવી રહ્યાં છે. જ્યારથી પાકિસ્તાની યુવતી આયશાએ આ ગીત પર ડાન્સનો વીડિયો શેર કર્યો છે ત્યારથી આ ગીત ધુમ મચાવી રહ્યું છે. છોકરીઓથી માંડીને છોકરાઓ પણ આયશાના સ્ટેપ્સને ફોલો કરી રહ્યાં છે. 

બૉલિવૂડની ડાન્સ ક્વિન માધુરી દીક્ષિત (Madhuri Dixit)પણ `મેરા દીલ યે પુકાર આજા..` પર મુવ્ઝ કરતા જોવા મળી રહ્યાં છે. માધુરી દીક્ષિતે આ ગીત પર ડાન્સ રીલ બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રી વીડિયોમાં પાકિસ્તાની આયશાના ડાન્સ સ્ટેપ્સને કોપી કરતા જોવા મળે છે. વીડિયો જોઈને લાગે છે કે માધુરી તે સ્ટેપ્સને ખુબ એન્જોય કરી રહી છે. 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)


સોશિયલ મીડિયા પર માધુરીએ રિક્રિએટ કરેલા આ ડાન્સ વીડિયો ખુબ જ પસંદ કરવામાં આવ્યો છે. માધુરી એકદન ગ્રેસફુલ સાથે મુવ્ઝ કરતી દેખાઈ છે. કેટલાક યુઝર્સ આ રીલ્સ પર પ્રેમ વરસાવી રહ્યાં છે તો કેટલાક ટીકા કરી રહ્યાં છે. માધુરી ડાન્સ ક્વિન હોવા છતાં આયશાના સ્ટેપ્સને ફોલો કરી રહી છે તેવા દ્રષ્ટિકોણથી કેટલાક યુઝર્સ માધુરીને ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝરે કહ્યું કે તમારી પાસેથી આ આશા નહોતી. 


આ પણ વાંચો:આખરે ડિવોર્સ પર બોલી Malaika Arora, કહ્યું અરબાઝે મને પ્રપોઝ...

એક યુઝરે માધુરીના ડાન્સની વાયરલ આયશાના ડાન્સ સાથે તુલના કરતાં લખ્યું કે તેનાથી સારો નથી, સૉરી મેમ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આ ટ્રેન્ડ હવે ઈરિટેટિંગ બની રહ્યો છે. 
 

 

 

 

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2022 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK