Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ગુમ હૈ કિસીકે પ્યાર મેંમાં પોલીસ ઑફિસર બન્યો કરણવીર બોહરા

ગુમ હૈ કિસીકે પ્યાર મેંમાં પોલીસ ઑફિસર બન્યો કરણવીર બોહરા

29 May, 2024 11:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સ્ટોરીલાઇનમાં વધુ ટ‍્વિસ્ટ લાવવા માટે કરણવીર બોહરાની એન્ટ્રી થઈ છે

કરણવીર બોહરા

કરણવીર બોહરા


કરણવીર બોહરા હવે ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’માં પોલીસ-ઑફિસર તરીકે જોવા મળશે. આ શોમાં ઈશાનના પાત્રમાં શક્તિ અરોરા અને સાવીના પાત્રમાં ભાવિકા શર્મા જોવા મળી રહ્યાં છે. તેઓ ડિવૉર્સ લેવાનાં હોય છે. જોકે આ વાતથી હરિનીનું પાત્ર ભજવતી અંકિતા ખરે અજાણ હોય છે. આ સ્ટોરીલાઇનમાં વધુ ટ‍્વિસ્ટ લાવવા માટે કરણવીર બોહરાની એન્ટ્રી થઈ છે. આ વિશે વાત કરતાં કરણવીર કહે છે, ‘હું ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’માં પોલીસનું પાત્ર ભજવી રહ્યો છું. મારા પાત્રનું નામ ભવર પાટીલ છે, જેને બાજીરાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. હું પહેલી વાર આવું પાત્ર ભજવી રહ્યો છું. બાજીરાવ થોડો નેગેટિવ છે, જેના કારણે ઈશાન અને સાવીની લાઇફમાં તોફાન આવશે. મારા પાત્રના ઘણા લેયર્સ છે, જેને એક્સપ્લોર કરવા માટે હું આતુર છું.’


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2024 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK