ગૌરવે આ વાતનો ખુલાસો પોતાના યુટ્યુબ વ્લૉગમાં કર્યો છે
ગૌરવ ખન્ના બિગ બૉસ 19નો વિનર હતો
ટીવી-ઍક્ટર ગૌરવ ખન્નાએ ‘બિગ બૉસ 19’માં વિનરનો ખિતાબ જીત્યો હતો. તેણે આ ટ્રોફી ગયા વર્ષે ૭ ડિસેમ્બરે જીતી હતી. આ સીઝનમાં વિજેતાને ઇનામરૂપે ૫૦ લાખ રૂપિયા, એક કાર અને ટીવી આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે ટ્રોફી જીત્યા બાદ ૩ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ગૌરવ ખન્નાને હજી આ પ્રાઇઝ-મની, કાર અને ટીવી મળ્યાં નથી અને ગૌરવે આ વાતનો ખુલાસો પોતાના યુટ્યુબ વ્લૉગમાં કર્યો છે.
ગૌરવ ખન્નાને અનેક ચાહકોએ કૅશ-પ્રાઇઝ, કાર અને ટીવી વિશે પ્રશ્નો પૂછ્યા હતા. પોતાના વ્લૉગમાં ગૌરવે આ પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું કે હજી મને એ વસ્તુઓ મળી નથી. એટલે કે ગૌરવ ખન્ના ભલે બિગ બૉસ 19ની ટ્રોફી ઘરે લઈ આપ્યો હોય, પરંતુ શોમાં જીતેલાં અન્ય ઇનામો મેળવવા માટે તેને હજી રાહ જોવી પડી રહી છે.
ADVERTISEMENT
ગૌરવ ખન્નાએ વ્લૉગમાં જણાવ્યું હતું કે ‘આ શોમાં ભાગ લીધા પછી મારી જિંદગીમાં ઘણો બદલાવ આવ્યો છે. ‘બિગ બૉસ’માં આવ્યા બાદ લોકો હવે મને વધુ ઓળખવા લાગ્યા છે. એક અભિનેતા માટે સૌથી ખાસ વાત એ હોય છે કે લોકો મને મારા સાચા નામથી ઓળખે. ઘણાં વર્ષો સુધી અલગ-અલગ પાત્રો ભજવ્યા બાદ જ્યારે લોકો તમને તમારા સાચા નામથી ઓળખવા લાગે છે ત્યારે એ બહુ ખાસ અનુભવ હોય છે.’
