પત્નીને સરપ્રાઇઝ ગિફ્ટ આપવા વિશે અભિષેકે કહ્યું કે ‘મને જ્યારે આ કારની ચાવી હાથમાં આપવામાં આવી ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો
પત્નીને કાર ગિફ્ટ કરી અભિષેક મલિકે
અભિષેક મલિકે હાલમાં જ તેની પત્ની સુહાનીને સરપ્રાઇઝ ગિફ્ટ તરીકે કાર આપી છે. અભિષેક હાલમાં ‘કુમકુમ ભાગ્ય’માં અક્ષયનું પાત્ર ભજવી રહ્યો છે. પત્નીને સરપ્રાઇઝ ગિફ્ટ આપવા વિશે અભિષેકે કહ્યું કે ‘મને જ્યારે આ કારની ચાવી હાથમાં આપવામાં આવી ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો, કારણ કે આ કાર હું ઘણા સમયથી ખરીદવા માગતો હતો. હું અને સુહાની ઘણા સમયથી અમારી કારને અપગ્રેડ કરવા માગતાં હતાં. આથી મેં તેની સાથે એક દિવસ રૅન્ડમ ચર્ચા કરી હતી અને ત્યાર બાદ તેને કોઈ પણ હિન્ટ આપ્યા વગર મેં કાર ખરીદી લીધી હતી. મારી પત્નીને સરપ્રાઇઝ આપવાનો નિર્ણય અચાનક જ લઈ લીધો હતો. હું મારી ‘કુમકુમ ભાગ્ય’ ફૅમિલી સાથે લૉન્ગ ડ્રાઇવ પર જવાનું પણ પ્લાનિંગ કરી રહ્યો છું, કારણ કે ખૂબ જ ઓછા સમયમાં અમે ખૂબ જ સારા ફ્રેન્ડ બની ગયા છીએ. દરેક મુંબઈકરની જેમ હું પણ લોનાવલાનું પ્લાનિંગ કરી રહ્યો છું.’