આ શો હવે ૨૦ વર્ષનો લીપ લઈ રહ્યો છે.
શક્તિ આનંદ
શક્તિ આનંદ હવે ‘કુંડલી ભાગ્ય’માં કરણ લુથરાના રોલમાં જોવા મળશે. આ શો છેલ્લાં પાંચ વર્ષથી લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. આ શોમાં પ્રીતા અને કરણને જોડિયાં બાળકો થાય છે અને કરણ કોમામાં જતો રહે છે. આ શો હવે ૨૦ વર્ષનો લીપ લઈ રહ્યો છે. આ લીપ લેતાં એમાં પારસ કલનાવત, સના સૈયદ અને બસીલ અલીની એન્ટ્રી થઈ રહી છે. જોકે તેમની એન્ટ્રીની સાથે હવે કરણ પણ રિપ્લેસ થઈ રહ્યો છે. કરણનું પાત્ર ભજવતા શક્તિ અરોરાની જગ્યા હવે શક્તિ આનંદ લઈ રહ્યો છે. આ વિશે શક્તિ આનંદે કહ્યું કે ‘ટીવી પર છેલ્લાં ઘણાં વર્ષથી હિટ હોય એવા શોમાં કામ કરી રહ્યો હોવાની મને ખુશી છે. ૨૦ વર્ષના લીપ બાદ હવે હું આ શોમાં કરણ લુથરાના પાત્રમાં જોવા મળીશ. અન્ય વ્યક્તિ દ્વારા ભજવવામાં આવતા પાત્રને રિપ્લેસ કરવું સરળ નથી. જોકે હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ કે હું દર્શકોનો પ્રેમ જીતી શકું. એક પિતા હોવાથી હું એ માટેનાં વિવિધ ઇમોશન દેખાડી શકું છું અને મારા પાત્રમાં મને એ ઘણું કામ લાગશે. મને આ તક મળી એ માટે હું ખૂબ નસીબદાર છું અને દર્શકોના પૉઝિટિવ રિસ્પૉન્સની આશા રાખું છું.’