તેણે મૉડલ-ઍક્ટ્રેસ સુહાની ચૌધરી સાથે ૨૦૨૧ના ઑક્ટોબરમાં લગ્ન કર્યાં હતાં.
અભિષેક મલિક , સુહાની ચૌધરી
‘કુમકુમ ભાગ્ય’ના અભિષેક મલિકે ડિવૉર્સ માટે ફાઇલ કર્યું છે. તેણે મૉડલ-ઍક્ટ્રેસ સુહાની ચૌધરી સાથે ૨૦૨૧ના ઑક્ટોબરમાં લગ્ન કર્યાં હતાં. તેણે ટ્રેડિશનલ ઇન્ડિયન સેરેમની દ્વારા લગ્ન કર્યાં હતા. આ વિશે અભિષેકે કહ્યું કે ‘અમે બન્નેએ આ લગ્નજીવનને બચાવવા માટેની કોશિશ કરી છે, પરંતુ અમારી વચ્ચે કમ્પૅટિબિલિટી ઇશ્યુ છે. આથી અમારે આ નિર્ણય લેવો પડ્યો. અમે જ્યારે ૨૦૨૧ના જાન્યુઆરીમાં સગાઈ કરી હતી ત્યારે અમારી પાસે એટલો સમય નહોતો કે અમે સાથે રહી શકીએ અને એકમેકને સમજી શકીએ. અમે ત્યાર બાદ ઑક્ટોબરમાં લગ્ન કર્યાં. ત્યાર બાદ હું નવું ઘર ખરીદવામાં વ્યસ્ત થઈ ગયો હતો. અમને કનેક્ટ થવા માટે સમય જ નહોતો મળ્યો. અમારી વચ્ચેનું કનેક્શન મિસિંગ હતું. અમે અમારાથી બનતા તમામ પ્રયત્ન કર્યા કે રિલેશનને બચાવી શકાય. અમે મુંબઈમાં બે વર્ષ સુધી સાથે રહ્યાં પરંતુ અંતે અમને એહસાસ થયો કે એને વધુ ખેંચવાનો કોઈ મતલબ નથી, કારણ કે અમારી સામે હજી અમારું આખું જીવન પડ્યું છે. આથી અમે અલગ થવાનો નિર્ણય લીધો. હું લાઇફમાં તેના માટે બેસ્ટ ઇચ્છું છું.’