ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જ્યાં સુધી પરિણીતી ચોપરાના લગ્ન નહીં થાય ત્યાં સુધી હું આશા રાખી જ શકું! : મલ્હાર ઠાકર

જ્યાં સુધી પરિણીતી ચોપરાના લગ્ન નહીં થાય ત્યાં સુધી હું આશા રાખી જ શકું! : મલ્હાર ઠાકર

28 April, 2023 02:22 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાના લગ્નની વાત સાંભળી દુઃખી થઈ ગયા છે

પરિણીતી ચોપરા, મલ્હાર ઠાકર

પરિણીતી ચોપરા, મલ્હાર ઠાકર

બોલિવૂડ (Bollywood)માં અત્યારે અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra)ના આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) સાથેના કથિત લગ્નની તૈયારીઓ સતત ચર્ચામાં છે. ત્યારે ઢોલીવૂડ (Dhollywood)માં એક જ ચર્ચા થઈ રહી છે કે આ સમાચાર સાંભળીને અર્બન ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar)નું શું! મલ્હાર ઠાકર બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાના લગ્નની વાત સાંભળી દુઃખી થઈ ગયા છે અને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં તેમની મનઃસ્થિતિ પણ જણાવી છે.

મલ્હાર ઠાકર બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાને કેટલો ગળાડૂબ પ્રેમ કરે છે તે વાત કોઈનાથી છુપી નથી. મલ્હારનો પરિણીતી માટેનો વન-સાઇડેડ પ્રેમ જગજાહેર છે. પણ જ્યારથી પરિણીતી ચોપરાના ‘આપ’ નેતા રાઘવ ચઢ્ઢા સાથેના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારથી મલ્હાર ઠાકરના ફેન્સ એ જાણવા ઉત્સાહિત છે કે, આ સમાચાર સાંભળીને અભિનેતાનું શું રિએક્શન છે!

આ પણ જુઓ – જ્યારે `શુભયાત્રા`ની સ્ટાર કાસ્ટે ગુજરાતી મિડ-ડે સાથે કરી ગપસપ


તાજેતરમાં મલ્હાર ઠાકર ગુજરાતી મિડ-ડેની ઓફિસમાં તેમની આગામી ફિલ્મ ‘શુભ યાત્રા’ (ShubYatra)ના પ્રમોશનમાં સ્ટારકાસ્ટ સાથે આવ્યા હતા ત્યારે ઇન્ટરવ્યુમાં પુછ્યું કે, પરિણીતી ચોપરાના લગ્નની વાત સાંભળીને મલ્હાર ઠાકરનું શું રિએક્શન છે? તેનો જબાવ મલ્હારે જે આપ્યો તે સાંભળીને તમે પણ ચોંકી જશો.

અહીં સાંભળો મલ્હાર ઠાકરનો જવાબ…


મલ્હારે કહ્યું કે, ‘મારી ફિલ્મ ‘શુભ યાત્રા’નું ગીત ‘બેબી બુચ મારી ગઈ’ મારા માટે જ લખાયું છે અને આ વાત હું આજે જગજાહેર કરી રહ્યો છું. જોકે, હું એવું માનવું છે કે જ્યાં સુધી ગમતી છોકરીના લગ્ન ન થાય ત્યાં સુધી એને સિંગલ માનવી. કારણકે ક્યારે પણ કંઈપણ થઈ શકે છે. વચ્ચે મારો મેળ પડી પણ શકે છે.’

આ પણ જુઓ – પરિણીતી ચોપરાના લગ્નની શરણાઈ સાંભળીને મલ્હાર ઠાકર થયો દુઃખી, દર્દમાં ગાયું આ ગીત

એટલે મલ્હાર ઠાકરના ફેન્સ હજી પણ એક આશા રાખી શકે છે કે, પરિણીતી ચોપરા તરફના વનસાઇડેડ પ્રેમમાં અચાનક કદાચ કોઈક વળાંક પણ આવી શકે છે. જોકે, એ તો સમય જ કહી આપશે!

28 April, 2023 02:22 PM IST | Mumbai | Rachana Joshi

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK