કિંજલે પોતાની સગાઈની જાહેરાત કરીને આ આયોજનને ‘ગૉડ્સ પ્લાન’ ગણાવ્યો છે
ગુજરાતી સિંગર કિંજલ દવેએ ઍક્ટર અને બિઝનેસમૅન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી
ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવેએ શનિવારે ઍક્ટર અને બિઝનેસમૅન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે. કિંજલે આ સગાઈનો વિડિયો પોતાના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી પોતાની સગાઈની જાહેરાત કરીને આ આયોજનને ‘ગૉડ્સ પ્લાન’ ગણાવ્યો છે. કિંજલ અને ધ્રુવિનની સગાઈમાં ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ હાજર રહ્યાં હતાં.
આ પહેલાં કિંજલ દવેએ ૨૦૧૮માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. જોકે ૨૦૨૩માં કિંજલ અને પવનની સગાઈ તૂટી ગઈ હતી અને હવે બે વર્ષ બાદ કિંજલે ફરી સગાઈ કરી લીધી છે. રિપોર્ટ પ્રમાણે કિંજલ દવે અને ધ્રુવિન શાહ ઘણા સમયથી રિલેશનશિપમાં હતાં અને હવે તેમણે સગાઈ કરી લીધી છે. ધ્રુવિન શાહ માત્ર એક ઍક્ટર નથી પણ બિઝનેસ ફૅમિલી સાથે તેનો સંબંધ છે. આ સિવાય ધ્રુવિન ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય ઍપ્લિકેશન જોજો ઍપનો ફાઉન્ડર પણ છે.


