Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આદિત્ય ગઢવી (તસવીરો : નિમેશ દવે)

ગોતી લો તમે ગોતી લો ગોતી લો…મુંબઈમાં ટ્રાફિકનો વિકલ્પ ગોતી લો

‘ખલાસી’ ફેમ લોક લાડીલા આદિત્ય ગઢવી (Aditya Gadhvi)ને પણ સામાન્ય મુંબઈગરાંની જેમ મુંબઈ ટ્રાફિક (Mumbai Traffic)ની જેમ પળોજણમાં નહીં પડવું હોય તેનો પુરાવો આપે છે આ તસવીરો. આજે સવારે ગુજરાતનાં લોકગાયક આદિત્ય ગઢવીએ મુંબઈ મેટ્રો (Mumbai Metro)માં મુસાફરી કરી હતી. (તસવીરો : નિમેશ દવે)

14 March, 2024 11:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાલ્ગુની પાઠક

Happy Birthday : જુઓ, દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના રૅર અને અનોખા ફોટોઝ

દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકનો આજે જન્મદિવસ છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે આ નામથી અજાણ્યો હશે. તેમની નવરાત્રિમાં જવા માટે લોકો રાહ જોઈને બેઠા હોય છે.  દાંડિયા ક્વીનના જન્મદિવસે ચાલો જોઇયે તેમના કેટલાક રૅર અને અનોખા ફોટોઝ... (તસવીર સૌજન્યઃફાલ્ગુની પાઠક ઈન્સ્ટાગ્રામ)

12 March, 2024 02:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આર્યા વોરાના લગ્નની તસવીર (ડાબે), નીલમ પંચાલ બેસ્ટ ફ્રેન્ડ આર્યા વોરા સાથે

બરફની વચ્ચે આ ગુજરાતી ક્રિએટરે કર્યા લગ્ન, નીલમ પંચાલે શેર કરી તસવીરો

Aarya Vora Wedding In Spiti Valley : સોશ્યલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થયો છે જેમાં એક કપલ બરફની વચ્ચે હિન્દુ રિતી-રિવાજથી લગ્નની વિધિ કરી રહ્યું હોય તે જોવા મળે છે. આ વીડિયો બીજા કોઈના લગ્નનો નહીં પણ ગુજરાતી યુટ્યુબર, ક્રિએટર આર્યા વોરાના લગ્નનો છે. આર્યા વોરાએ ૨૬ ફેબ્રુઆરીના રોજ હિમાચલ પ્રદેશના કાઝામાં આવેલી સ્પીતિ વેલીમાં ૧૩ વર્ષ જૂના તેના પ્રેમ સાથે બરફવર્ષાની વચ્ચે લગ્ન કર્યા છે. જેમાં ગુજરાતી અભિનેત્રી અને આર્યા વોરાની બેસ્ટ ફ્રેન્ડ નીલમ પંચાલે પણ હાજરી આપી હતી.

28 February, 2024 06:30 IST | Mumbai | Rachana Joshi
હિતુ કનોડિયાના બે અવતાર - એક નેતા અને એક અભિનેતા (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

HBD Hitu Kanodia: નેતા અને અભિનેતા બંન્ને રોલમાં જેમના સોલિડ રોલા પડે છે

કનોડિયા પરિવારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે જે પણ કર્યું છે તેની કોઇ વિસાત નથી. આજે બીજી પેઢીએ સ્ટારડમની ચમક જાળવનારા હિતુ કનોડિયા (Hitu Kanodia)નો જન્મ દિવસ છે ત્યારે નજર કરીએ તેમના નેતા અને અભિનેતા અવતારના લૂક્સ પર. (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

21 February, 2024 12:40 IST | Mumbai | Chirantana Bhatt
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટિઝ

Valentine`s Day 2024 : કેવી હોય આઇડિયલ ડેટ? તમારા ફેવરિટ સેલિબ્રિટી શું માને છે?

Valentine`s Day 2024 : બદલાતાં સમયની સાથે સાથે લોકો માટે પ્રેમની પરિભાષા પણ બદલાઈ છે અને પ્રેમ કરવાની રીત તો ખરી જ. હાથથી લખાતાં પત્રોની જગ્યા હવે ફોન અને લેપટૉપે લઈ લીધી છે તો અગાસી પર જઈ કોઈને ભનક પણ ના પડે એ રીતે ઈશારાની વાતચીત હવે `ડેટ`માં ફેરવાઈ છે. આજકાલ ડેટિંગનો કોન્સેપ્ટ ચલણમાં છે. આ ડેટને કેવી રીતે સ્પેશ્યલ બનાવવી એ વ્યક્તિગ રીતે બધાની અલગ પસંદ હોય છે. કોઈક માટે એક્પેન્સિવ રેસ્ટોરાંમાં કેન્ડલલાઈટ ડિનર બેસ્ટ ડેટ છે, તો કોઈક માટે પોપકૉર્ન સાથે ફિલ્મની મજા માણવી, કોઈક માટે દરિયાકિનારે બેસી પાણીના પ્રવાહ જેમ લાગણીની આપ-લે કરવી તો કોઈક માટે રોજિંદા વ્યવહારમાં થતી નાની-નાની વસ્તુઓનો સાથે આનંદ લેવો. જ્યારે પ્રેમ અને ડેટની વાત ત્યારે આપણને ફિલ્મી દુનિયા તરત જ યાદ આવે. પણ શું તમે જાણો છે કે આ ફિલ્મી દુનિયાના કલાકારો માટે પ્રેમ અને પ્રેમ વ્યક્ત કરવાની રીત કેવી છે? તો ચાલો આજે વેલેન્ટાઈન ડે પર જાણીએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીઓ માટે "આઇડિયલ ડેટ" એટલે શું?

14 February, 2024 04:50 IST | Mumbai | Nirali Kalani
`કસુંબો`ના સેટ પરની તસવીરો

Kasoombo : વિજયગીરી બાવાની મેગા ફિલ્મની બિહાઇન્ડ ધી સિન્સ તસવીરો જોઇ?

વિજયગીરી બાવા (Vijaygiri Bawa)ની બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ `કસુંબો` (Kasoombo) ૧૬ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. તે પહેલા દિગ્દર્શકે સેટ પરની કેટલીક એક્સક્લૂઝિવ મુમેન્ટ્સ સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આવો જોઈએ `કસુંબો`ના સેટ પરની તસવીરો… (તસવીર સૌજન્ય : વિજયગીરી બાવાનું ફેસબુક હેન્ડલ)

09 February, 2024 06:00 IST | Mumbai | Rachana Joshi
અભિનેતાના લગ્નની તસવીરનો કૉલાજ

ગુજરાતી ફિલ્મ "હું અને તું" ફેમ અભિનેતા પરીક્ષિત તમાલિયા લગ્નના બંધનમાં બંધાયા

લગ્નની સીઝન ચાલી રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ વેડિંગનો સમય ચાલી રહ્યો છે. તાજેતરમાં બૉલિવૂડ અભિનેતા આમિર ખાનની દીકરી ઈરા ખાને ધામધુમથી લગ્ન કર્યા.  ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ આવા શુભ સમાચાર આવ્યાં છે. ઢોલીવુડના હેન્ડસમ અને ડેશિંગ અભિનેતા પરીક્ષિત તમાલિયા પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ગુજરાતી ફિલ્મ "હું અને તું" ફેમ અભિનેતા પરીક્ષિત તમાલિયાએ ગર્લફ્રેન્ડ ફ્રેયા ઘેડીયા સાથે ધામધુમથી પ્રભુતામાં પગલા માંડ્યા છે. 

05 February, 2024 02:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: ઇશા કંસારાનું ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ

Photos: મનના માણીગર આકાશ પંડ્યાને શ્રદ્ધા ડાંગરે આપ્યાં સપ્તપદીનાં સાત વચનો

હેલ્લારો ફેમ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે આકાશ પંડ્યા સાથે લગ્ન કર્યાં છે. શ્રદ્ધા ડાંગરની નજીકની ફ્રેન્ડ અભિનેત્રી ઇશા કંસારાએ શ્રદ્ધાના લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

29 January, 2024 06:06 IST | Mumbai | Karan Negandhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK