ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

પરિણીતી ચોપરાના લગ્નની શરણાઈ સાંભળીને મલ્હાર ઠાકર થયો દુઃખી, દર્દમાં ગાયું આ ગીત

પરિણીતી ચોપરાના લગ્નની શરણાઈ સાંભળીને મલ્હાર ઠાકર થયો દુઃખી, દર્દમાં ગાયું આ ગીત

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar)નો બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra) માટેનો ગાઢ પ્રેમ કોઈનાથી છુપો નથી. હવે અભિનેત્રીના લગ્નની આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) સાથે જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ સાંભળીને મલ્હાર ઠાકર દુઃખી થઈ ગયો છે. પરિણીતી ચોપરાના લગ્નની વાત સાંભળીને મલ્હાર ઠાકરનું શું રિએક્શન છે તે જુઓ આ વીડિયોમાં…

28 April, 2023 12:02 IST | Mumbai
જ્યારે શુભયાત્રાની સ્ટાર કાસ્ટે ગુજરાતી મિડ-ડે સાથે કરી ગપસપ

જ્યારે શુભયાત્રાની સ્ટાર કાસ્ટે ગુજરાતી મિડ-ડે સાથે કરી ગપસપ

મનીષ સૈનીની દિગ્દર્શિત આગામી ગુજરાતી ફિલ્મ શુભયાત્રાની રિલીઝ નજીક છે, ત્યારે અભિનેતા મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર, દર્શન જરીવાલા, અને હેમિન ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના ખાસ ઇન્ટરવ્યૂમાં મજેદાર ગપસપ કરી હતી. તેમણે તેમની સુપર ફની ટ્રાવેલ સ્ટોરીઝ પણ શૅર કરી. પીઢ કલાકાર દર્શન જરીવાલા એક અભિનેતા તરીકે મલ્હાર ઠાકર વિશે શું વિચારે છે તે પણ તેમણે જણાવ્યું. તો મોનલ ગજ્જરે કહ્યું કે તેણી મલ્હાર ઠાકર સાથે રોમેન્ટિક ફિલ્મ કરવા ઈચ્છે છે. હેમિન ત્રિવેદી સેટ પરના સૌથી તોફાની લોકોમાંના એક રહ્યા છે, તે પણ એક અનોખી વાર્તા છે. શુભયાત્રાના વધુ કિસ્સા જાણવા જુઓ આ ઇન્ટરવ્યૂ.

28 April, 2023 10:40 IST | Mumbai
રતનબાઈ પેટીટ - જિન્નાની બીજી પત્ની હોવાના દાયરાની બહાર ખિલેલું `બોમ્બે ફ્લાવર`

રતનબાઈ પેટીટ - જિન્નાની બીજી પત્ની હોવાના દાયરાની બહાર ખિલેલું `બોમ્બે ફ્લાવર`

બોમ્બે ફ્લાવર નાટક 26મી માર્ચે એનસીપીએ દ્વારા પ્રસ્તુત થશે અને તેના ડાયરેક્ટર છે આઇડિયાઝ અનલિમિટેડના મનોજ શાહ. રતનબાઈ પેટીટનું પાત્ર ભજવે છે જાણીતી અભિનેત્રી ભામિની ઓઝા ગાંધી. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે મનોજ શાહ, ભામિની ઓઝા ગાંધીની સાથે જોડાયા નાટકના લેખક ગીતા માણેક. શા માટે મોહંમદ અલી જિન્નાનાં બીજા પત્નીથી ઓળખાતાં રતનબાઈ પેટીટ પર આ નાટક બનાવવાનું નક્કી કરાયું, શા માટે તેને પરફોર્મ કરવું અઘરું હતું અને લેખન કાર્યમાં આવી શું મુશ્કેલીઓ? આ રસપ્રદ સવાલોના જવાબ માટે જુઓ આ વિશેષ મુલાકાત.

27 March, 2023 03:13 IST | Mumbai
રોનક કામદાર અને દીક્ષા જોષીનો સફળ રિલશેનશિપનો મંત્ર શું છે?

રોનક કામદાર અને દીક્ષા જોષીનો સફળ રિલશેનશિપનો મંત્ર શું છે?

કોઈપણ સંબંધમાં સૌથી શ્રેષ્ઠ શું હોય? જવાબ આપે છે રોનક કામદાર અને દીક્ષા જોશી.

01 February, 2023 10:19 IST | Mumbai
સ્ત્રીઓએ તેમના ઇમોશન્સને પ્રાયોરિયિટી આપવી જ જોઈએ : દીક્ષા જોશી

સ્ત્રીઓએ તેમના ઇમોશન્સને પ્રાયોરિયિટી આપવી જ જોઈએ : દીક્ષા જોશી

અભિનેત્રી દીક્ષા જોશી કહે છે, સ્ત્રીઓ બાકી બધાને પ્રાયોરિયિટી આપવામાં પોતાને પ્રાયોરિયિટી આપવાનું ભૂલી જ જાય છે. પણ તેમને એ સમજવાની જરુર છે કે, પોતાના ઇમોશન્સને પ્રથમ પ્રાયોરિયિટી આપવી જોઈએ.

01 February, 2023 10:10 IST | Mumbai
સફળ રિલેશનશિપની ચાવી શું છે? આવો છે રોનક કામદારનો જવાબ

સફળ રિલેશનશિપની ચાવી શું છે? આવો છે રોનક કામદારનો જવાબ

અભિનેતા રોનક કામદાર સફળ અને સુંદર રિલેશનશિપમાં છે. સ્ટ્રોન્ગ રિલેશનશિપ માટે છોકરાઓ ક્યારેક સંવાદને બદલે મૌન પસંદ કરે છે, તેવું માને છે રોનક.

01 February, 2023 10:00 IST | Mumbai
લકીરોઃ સંબંધોમાં પુરુષ અને સ્ત્રીની અપેક્ષાઓ અલગ હોય છે પણ તેની વાત થાય તે જરૂરી

લકીરોઃ સંબંધોમાં પુરુષ અને સ્ત્રીની અપેક્ષાઓ અલગ હોય છે પણ તેની વાત થાય તે જરૂરી

દર્શન અશ્વિન ત્રિવેદી (Darshan Ashwin Trivedi)એ ડાયરેક્ટ કરેલી ફિલ્મ લકીરો (Lakiro)ના અભિનેતા રોનક કામદાર (Raunaq Kamdar ) અને દીક્ષા જોશી (Deeksha Joshi)નું કહેવું છે કે આ ફિલ્મ એક છોકરી અને છોકરાની માનસિકતાનો અરિસો છે. સબંધોમાં અસલામતી, અકળામણ, બંધન હોય ત્યારે એ એવા મુકામ પર આવે છે જ્યારે તેમાં માત્ર ગુંગળામણ રહી જાય છે પણ શું એનો અર્થ એમ કે એ સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ જાય? આવી જ કંઇક વાત છે લકીરો ફિલ્મમાં પણ. દીક્ષા અને રોનકે એકબીજા સાથેની દોસ્તી, સંબંધોમાં સ્થિરતા લાવવા માટે જરૂરી અભિગમ જેવા મુદ્દાઓ પર વાત કરી ત્યારે નવા જ દ્રષ્ટિકોણ જાણવા મળ્યા - જુઓ શું કહે છે આ અભિનેતાઓ?

09 January, 2023 12:12 IST | Mumbai
Kutch Express: જ્યારે રેપિડ ફાયરમાં પાર્થિવ ગોહિલે માનસી પારેખ માટે ગાયું આ ગીત

Kutch Express: જ્યારે રેપિડ ફાયરમાં પાર્થિવ ગોહિલે માનસી પારેખ માટે ગાયું આ ગીત

કચ્છ એક્સપ્રેસની ટીમ સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે વાત કરી ત્યારે તેમણે રેપિડ ફાયરમાં બહુ સરસ પ્રતિભાવ આપ્યા. વિરલ શાહે ગમતા મેકરની વાત કરી તો પાર્થિવ ગોહિલે ગાયું એક ગીત જે માનસી માટે પરફેક્ટ છે. માનસીએ પણ પોતાના મન પર અસર છોડનારી ફિલ્મોની વાત કરી તો પોતાના ગમતા ગાયકો વિશે પણ કહ્યું. જુઓ આ છૂક છૂક ટીમને રેપિડ ફાયર રાઉન્ડ.

09 January, 2023 11:18 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK