દિવ્યા ખોસલા કુમારની ‘યારિયાં 2’નું પોસ્ટર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે. એમાં દિવ્યાની સાથે મીઝાન જાફરી અને પર્લ વી પુરી જોવા મળી રહ્યા છે. આ પોસ્ટરમાં દિવ્યા સિગારેટ પીતી જોવા મળી રહી છે.
દિવ્યા ખોસલા
દિવ્યા ખોસલા કુમારની ‘યારિયાં 2’નું પોસ્ટર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે. એમાં દિવ્યાની સાથે મીઝાન જાફરી અને પર્લ વી પુરી જોવા મળી રહ્યા છે. આ પોસ્ટરમાં દિવ્યા સિગારેટ પીતી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે વરીના હુસેન અને પ્રિયા વૉરિયર પણ જોવા મળશે. આ ફિલ્મમાં ફ્રેન્ડશિપ, રોમૅન્સ અને મ્યુઝિકને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવશે. આ ફિલ્મને ૨૦ ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે, જેને રાધિકા રાવ અને વિનય સપ્રુએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મનું પોસ્ટર શૅર કરીને દિવ્યાએ કૅપ્શન આપી હતી કે ‘મારી મમ્મીના આશીર્વાદથી હું મારી ફિલ્મ ‘યારિયાં 2’નું પોસ્ટર તમારી સાથે શૅર કરી રહી છું. આ ફિલ્મને રાધિકા રાવ અને વિનય સપ્રુ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તમારા પ્રેમની જરૂર છે. ટીઝર આવતી કાલે (આજે) રિલીઝ કરવામાં આવશે.’


