Yami Gautam Baby Announcement: યામી ગૌતમ આદિત્ય ધરએ પુત્રનું નામ ‘વેદવિદ’ રાખ્યું છે, એવી પણ જાહેરાત કરી છે.
યામી ગૌતમ અને આદિત્ય ધરેએ શેર કરેલી પોસ્ટ
કી હાઇલાઇટ્સ
- યામી ગૌતમ અને આદિત્ય ધરએ ચાર જૂન 2021માં લગ્ન કરી લીધા હતા.
- યામી ગૌતમ અને આદિત્ય ધરે તેમના પહેલા બાળકની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે.
- લગ્નના ત્રણ વર્ષ બાદ તેમના ઘરે પહેલા દીકરાનો જન્મ થયો છે.
બૉલિવૂડની અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ મેકર આદિત્ય ધરેના ઘરે (Yami Gautam-Aditya Dhar welcomes baby Boy) 10 મે 2024ના તેમના પેહલા બાળકનો જન્મ થયો છે. પોતાના પહેલા દીકરાના જન્મની જાહેરાત યામી ગૌતમ અને આદિત્ય ધરેએ આજે 20 મે 2024 સોમવારના રોજ સોશિયલ મીડિયા પર કરી હતી. સોશિયલ મીડિયા પર યામિ અને આદિત્યએ એક સાથે મળીને તેમના પહેલા દીકરાના જન્મની જાહેરાત કરી હતી. યામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇનસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે 10 મેના રોજ અક્ષય તૃતીયાના શુભ અવસર પર તેમને એક પુત્રનો આશીર્વાદ મળ્યો છે. તેમજ તેમણે તેમના પુત્રનું નામ ‘વેદવિદ’ રાખ્યું છે, એવી પણ જાહેરાત કરી છે.
ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને યામી ગૌતમ આદિત્ય ધરેએ લખ્યું કે "અમને અમારા પ્રિય પુત્ર વેદવિદના આગમનની ઘોષણા કરતાં ખૂબ જ આનંદ થાય છે. અક્ષય તૃતીયાના શુભ દિવસે (10 મે) તેના જન્મની સાથે તેણે અમારા કૃપા કરી હતી. કૃપા કરીને તેને તમારા બધા આશીર્વાદ અને પ્રેમથી વરસાવો". આ સાથે તેમણે ડૉક્ટરોનો (Yami Gautam-Aditya Dhar welcomes baby Boy) પણ આભાર વ્યક્ત કર્યો હત. તેમણે લખ્યું, “અમે સૂર્યા હૉસ્પિટલના અપવાદરૂપે સમર્પિત અને અદ્ભુત ડૉક્ટરોનો, ખાસ કરીને ડૉ. ભૂપેન્દ્ર અવસ્થી અને ડૉ. રંજના ધાનુ, જેમની કુશળતા અને અથાક પ્રયત્નોથી આ આનંદનો પ્રસંગ શક્ય બન્યો છે, તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ."
ADVERTISEMENT
View this post on Instagram
"જેમ જેમ અમે પેરેન્ટહૂડના આ સુંદર સફર શરૂ કરીએ છીએ, ત્યારે અમે અમારા પુત્રની રાહ જોઈ રહેલા ઉજ્જવળ ભવિષ્યની આતુરતાપૂર્વક અપેક્ષા રાખીએ છીએ. તે જે પણ માઈલસ્ટોન હાંસલ કરશે, અમે આશા અને વિશ્વાસથી ભરેલા છીએ કે તે અમારા સમગ્ર પરિવાર તેમજ અમારા પ્રિય રાષ્ટ્ર માટે ગર્વનો બિકન બનશે”, એવું પણ યામી અને આદિત્યએ (Yami Gautam-Aditya Dhar welcomes baby Boy) લખ્યું હતું.
યામી ગૌતમ અને અને આદિત્ય ધરેએ ફેબ્રુઆરીમાં તેમની ફિલ્મ ‘આર્ટીકલ 370’ના (Yami Gautam-Aditya Dhar welcomes baby Boy) ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. પ્રેગ્નેન્સીની જાહેરાત કરતા પહેલા, યામીએ તેના બેબી બમ્પને એક મોટા બ્લેઝરથી ઢાંકીને રાખ્યો હતો અને આ અનેક વખત આદિત્યએ પણ યામીને હાથ પકડીને સ્ટેજ પર પહોંચવામાં મદદ કરતો જોવા મળ્યો હતો. જેથી યામી પ્રેગ્નેન્ટ છે એવી અનેક ચર્ચા મીડિયામાં શરૂ થઈ હતી. 2021આ બૉલિવૂડની અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ મેકર આદિત્ય ધરેએ લગ્ન કરીને દરેકને ચોંકાવ્યા હતા. તેમ જ બંનેએ છૂપી રીતે લગ્ન કરી લીધા હતા, અને લગ્નના ત્રણ વર્ષ બાદ તેમના ઘરે દીકરાનો જન્મ થતાં તેમની સાથે તેમના ચાહકો પણ એક દમ ખુશ દેખાઈ રહ્યા છે.


