ફિલ્મી અવૉર્ડ્સને ફેક જણાવી યામીએ કહ્યું..
યામી ગૌતમ
યામી ગૌતમ ધરે નામ લીધા વગર ફિલ્મી અવૉર્ડ્સને ખોટા જણાવ્યા છે અને સાથે જ એના ફંક્શનમાં જવાનું બંધ કર્યું હોવાનું તેણે જણાવ્યું છે. આ બાબતે તેણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરી હતી. અવૉર્ડ વિશે પોતાના વિચાર જણાવતાં ઍક્સ પર યામીએ લખ્યું કે ‘મને વર્તમાનમાં ચાલતા કોઈ પણ અવૉર્ડ્સ પર વિશ્વાસ નથી રહ્યો. થોડાં વર્ષોથી મેં એમાં જવાનું બંધ કરી દીધું છે. જોકે આજે મને અદ્ભુત ઍક્ટર કે જેણે ધૈર્ય અને અભિનયથી સૌને પોતાના ફૅન બનાવ્યા છે, સૌથી મોટા ગ્લોબલ પ્લૅટફૉર્મ પર તેને સન્માનિત થતા જોઈને લાગ્યું કે છેવટે તો ટૅલન્ટ સર્વસ્વ છે કે જે દરેક બાબતમાં શ્રેષ્ઠ છે. કૉન્ગ્રેચ્યુલેશન્સ સિલિયન મર્ફી.’


