જરાંગે પાટીલ કો ઑલરેડી પાંચસો કરોડ રુપએ પહોંચ ચુકે હૈં, જો શ્રીકાંત શિંદે કે પાસ સે પહોંચ ચુકે હૈં
ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં મનોજ જરાંગે પાટીલ.
શિવસેના અને BJP બન્નેની છાવણીમાં ખળભળાટ : મરાઠા નેતાએ કહ્યું કે મારી પાસે હજી ઘણી માહિતી છે; એવો અણુબૉમ્બ ફોડીશ કે OBC, હિન્દુ, મુસ્લિમ બધા જ તમને હડલેસશે
મરાઠા અનામત માટે લડત ચલાવનારા મનોજ જરાંગે પાટીલને ૫૦૦ કરોડ રૂપિયા આપ્યા હોવાનું નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓને કહ્યું હોવાનો દાવો થયા પછી નવો વળાંક આવ્યો છે. ગુરુવારે મનોજ જરાંગેએ પત્રકાર-પરિષદ યોજીને એક ઑડિયો-ક્લિપ જાહેર કરી હતી જેમાં એક મહિલા મનોજ જરાંગેને ૫૦૦ કરોડ રૂપિયા આપ્યા હોવાની વાત કરે છે. હજી બુધવારે જ એકનાથ શિંદેએ મનોજ જરાંગેને પુરાવા આપીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનો પડકાર ફેંક્યો હતો. ત્યાર બાદ ગુરુવારે મનોજ જરાંગેએ ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘મારી પાસે હજી ઘણી બધી માહિતી છે અને એ ખૂબ જ ભયંકર છે. તમને પોતાનાથી જ શરમ આવવા માંડશે. જો હું અણુબૉમ્બ ફેંકીશ તો અધર બૅકવર્ડ ક્લાસ (OBC), હિન્દુ કે મુસ્લિમ કોઈ તમને તેમની પાસે આવવા નહીં દે. એવો સમય આવશે કે તમારે બીજે ક્યાંક બહાર રહેવા જવું પડશે.’
ADVERTISEMENT
ઑડિયો-ક્લિપમાં એક મહિલા એમ કહે છે કે ‘જરાંગે પાટીલની પાસે ૫૦૦ કરોડ રૂપિયા પહોંચી ગયા છે જે શ્રીકાંત શિંદે દ્વારા પહોંચાડવામાં આવ્યા છે. હવે વિધાનસભાની ચૂંટણીમાં જરાંગે પાટીલ આપણા માટે ફાયદાનો રહેશે કે ફાયદો નહીં કરાવે એમાં મારો મત અલગ છે, મારું કૅલ્ક્યુલેશન અલગ છે. બાકી તમે લોકો જે વિચારો છો, જે કરો છો એ તો છે જ. મૂળ વાત મને એ લાગે છે કે....’ આમ ઑડિયો-ક્લિપ મહિલા બોલતી હોય છે ત્યાં જ અધવચ્ચે અટકી જાય છે.
જવાબ આપો, મારી વિરુદ્ધ કોણે ષડ્યંત્ર રચ્યું; બધા સમાજ સચેત રહે
મનોજ જરાંગેએ પત્રકાર-પરિષદમાં એકનાથ શિંદે પાસેથી જવાબ માગતાં કહ્યું હતું કે ‘કોણે કોને ૫૦૦ કરોડ રૂપિયા આપ્યા, આ ષડ્યંત્ર કોણે રચ્યું એ સામે આવવું જોઈએ. ઑડિયો-ક્લિપમાં કોનો અવાજ છે એ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને શોધી કાઢવું પડશે. મારી વિરુદ્ધ કાવતરું રચનારા કોણ છે એ મહારાષ્ટ્રના લોકો સામે આવવું જોઈએ. મરાઠા સમાજે સચેત રહેવાની જરૂર છે.’
મનોજ જરાંગે ડાબેરીઓની મદદ કરે છે
પત્રકાર-પરિષદમાં મનોજ જરાંગેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં પોતાના વિશે કેવું ષડયંત્ર રચવામાં આવ્યું હતું એનો પુરાવો આપતી વધુ એક ઑડિયો-ક્લિપ સંભળાવી હતી જેમાં એક વ્યક્તિ મનોજ જરાંગે વિશે બોલતી સંભળાય છે. ઑડિયો-ક્લિપમાં એક વ્યક્તિ મનોજ જરાંગે ડાબેરીઓ એટલે કે લેફ્ટના મોરચાની મદદ કરતો હોવાથી મરાઠવાડામાં તેને રોકવા માટે તેની વિરુદ્ધ માહોલ ઊભો કરવો પડશે અને તેને બદનામ કરવો પડશે એવું બોલતી સંભળાય છે.
શિંદેસાહેબ, તમારા જ તમને ડુબાડશે, કરીઅર થશે બરબાદ
એકનાથ શિંદેને સતત નિશાના પર લેનારા મનોજ જરાંગેએ તેમને સલાહ આપતાં કહ્યું હતું કે ‘શિંદેસાહેબ, તમે જે લોકોને તમારા ખાસ બનાવીને રાખ્યા છે એ જ લોકાના કારણે તમારી કરીઅર બરબાદ થઈ જશે. આ વાત મેં પ્રતાપ સરનાઈક, ઉદય સામંત, અબ્દુલ સત્તાર, સુહાસ કાંદે, દાદા ભુસે, દીપક કેસરકર તથા મંગેશ ચિવટેને પણ કહી છે.’
