શક્તિ કપૂરે જણાવ્યું છે કે તેણે જ્યારે પહેલી વખત સ્પોર્ટ્સ કાર ખરીદી ત્યારે એમાં તેની મમ્મીને રાઇડ અપાવી હતી અને એ વખતે તેના ચહેરા પરની ખુશી જોઈને શક્તિ કપૂરની આંખો છલકાઈ ગઈ હતી
શક્તિ કપૂર
શક્તિ કપૂરે જણાવ્યું છે કે તેણે જ્યારે પહેલી વખત સ્પોર્ટ્સ કાર ખરીદી ત્યારે એમાં તેની મમ્મીને રાઇડ અપાવી હતી અને એ વખતે તેના ચહેરા પરની ખુશી જોઈને શક્તિ કપૂરની આંખો છલકાઈ ગઈ હતી. આ વાત તેણે ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3’માં કહેતાં શક્તિ કપૂરે કહ્યું કે ‘મેં જ્યારે સ્પોર્ટ્સ કાર ખરીદી તો મારી મમ્મીને બોલાવી અને તેને જણાવ્યું કે હું તને આમ રાઇડ પર લઈ જવા માગું છું. પોતાના દીકરાને ઇમ્પોર્ટેડ કાર ડ્રાઇવ કરતો જોઈને તેને જે આનંદ થયો એ જોઈને તો મારી આંખોમાં પણ આંસુ આવી ગયાં હતાં.’


