આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બૉબી દેઓલ લીડ રોલમાં છે

ફાઇલ તસવીર
‘ઍનિમલ’માં શક્તિ કપૂર દેખાવાનો છે એવી શક્યતા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બૉબી દેઓલ લીડ રોલમાં છે. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શક્તિ કપૂર વીતેલા જમાનાના ગૅન્ગસ્ટરના રોલમાં દેખાશે. તેણે પોતાના શેડ્યુલનું શૂટિંગ પૂરું કરી લીધું હોવાની માહિતી છે. આ ફિલ્મમાં તેનું કૅરૅક્ટર ઇન્ટરેસ્ટિંગ છે. આ ફિલ્મની સ્ટોરી ગૅન્ગસ્ટર્સની ફૅમિલીની આસપાસ ફરશે. ફિલ્મમાં અનિલ કપૂર પાવરફુલ ગૉડફાધરના રોલમાં દેખાશે અને રણબીર તેના દીકરાના રોલમાં જોવા મળશે. ફિલ્મને આ વર્ષે ૧૧ ઑગસ્ટે પાંચ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને ભૂષણ કુમાર, ક્રિશન કુમાર અને મુરાદ ખેતાની પ્રોડ્યુસ કરશે.