બૅડ ન્યુઝનું નવું ગીત તૌબા તૌબા લૉન્ચ કર્યું વિકી કૌશલે
વિકી કૌશલ
વિકી કૌશલને પંજાબી સૉન્ગ પર ડાન્સ કરવાનું ખૂબ જ પસંદ છે. તે ઘણી વાર પંજાબી ગીતો પર લિપ-સિન્ક કરતો પણ જોવા મળ્યો છે. તેની આગામી ફિલ્મ ‘બૅડ ન્યુઝ’નું ગીત ‘તૌબા તૌબા’ હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યું છે જેમાં તેની સાથે તૃપ્તિ ડિમરી જોવા મળી રહી છે. આ ગીતની એક ક્લિપ શૅર કરતાં વિકીએ કૅપ્શન આપી હતી કે ‘પંજાબી ગાના ઔર મૈં ડાન્સ ન કરું? ચાલો ડાન્સ કરીએ. ‘તૌબા તૌબા’ રિલીઝ થઈ ગયું છે.’

