નવાઝુદ્દીનની વાઇફ આલિયા સિદ્દીકીએ તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીની ‘ટીકુ વેડ્સ શેરુ’ની રિલીઝને હાલમાં ઍમેઝૉન પ્રાઇમ વિડિયોએ હોલ્ડ પર રાખી છે. એનું કારણ નવાઝુદ્દીનની પર્સનલ લાઇફમાં ચાલી રહેલો વિવિધ ઘટનાક્રમ છે. આ ફિલ્મને કંગના રનોટે પ્રોડ્યુસ અને સાંઈ કબીરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સાથે અવનીત કૌર પણ દેખાશે. આ ફિલ્મને આ વર્ષે રિલીઝ કરવાની જાહેરાત ડિજિટલ પ્લૅટફૉર્મે કરી હતી. નવાઝુદ્દીનની વાઇફ આલિયા સિદ્દીકીએ તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. નવાઝુદ્દીનની મમ્મી મેહરુન્નિસા દ્વારા તેને માનસિક ત્રાસ આપવાનો આરોપ આલિયાએ કર્યો છે. એથી ઍમેઝૉન પ્રાઇમ વિડિયોને એવું લાગે છે કે આ બધી ઘટનાઓની માઠી અસર તેની ફિલ્મ પર પડી શકે છે. આ જ કારણ છે કે ફિલ્મને હાલપૂરતી રિલીઝ ન કરવાનો નિર્ણય ઍમેઝૉન પ્રાઇમ વિડિયોએ લીધો હોવાની ચર્ચા છે.


