Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાના પેટ પીનટની અનોખી રીતે ઓળખ આપી તાહિરા

પોતાના પેટ પીનટની અનોખી રીતે ઓળખ આપી તાહિરા

14 June, 2021 11:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાહિરાએ એક નાનકડો વિડિયો શૅર કર્યો છે

વિડિયોમાંથી લીધેલો સ્ક્રીનશૉટ

વિડિયોમાંથી લીધેલો સ્ક્રીનશૉટ


તાહિરા કશ્યપે તેના પેટ પીનટની ઓળખાણ અલગ રીતે કરાવી છે. તાહિરાએ એક નાનકડો વિડિયો શૅર કર્યો છે. એ વિડિયોમાં તાહિરાનાં બન્ને બાળકો વરુશ્કા અને વિરાજવીરના હાથમાં પાણીના પાઇપ છે. એ પાઇપ સાથે પીનટ મસ્તી કરી રહ્યો છે. થોડી વાર બાદ વિરાજવીર બૅડ્મિન્ટન રમે છે. એમાં પણ જ્યારે શટલકૉક નીચે પડી જાય છે તો પીનટ દોડીને શટલકૉક લઈ લે છે. આવી રીતે આ વિડિયોમાં પીનટની મસ્તી દેખાઈ રહી છે. એ નાનકડી વિડિયો-ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાહિરાએ કૅપ્શન આપી હતી કે ‘મળો પીનટને - તે કબૂતરને નફરત કરે છે, ટિશ્યુ રોલનું નુકસાન કરે છે, મોજાં ચોરે છે, પાણીના પાઇપથી રમે છે અને શટલકૉક ચોરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2021 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK